Google ભારતમાં એક નવી ટેક્નોલોજી લાવ્યું છે. Google એ પોતાના 'પિક્સલ 3' સ્માર્ટફોનો માટે રિલાયન્સ અને એરટેલ ટેલિકોમ કેરિયર્સ સાથે ઈ-સિમ વાયરલેસ સેવા લાવવાની જાહેરાત કરી છે. ગૂગલે ગત વર્ષે પ્રોજેક્ટ ફાઇની સાથે ઈ-સિમ સપોર્ટ કરનાર સ્માર્ટફોન લાવ્નાર પહેલી વેંડર હતી. 'પ્રોજેક્ટ ફાઇ'ને હવે 'ગૂગલ ફાઇ' કહેવામાં આવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં આજે લોંચ થઇ રહ્યો છે Oppo R17, આ છે ફીચર્સ અને ખાસિયત


આ દેશોમાં વિભિન્ન ટેલીકોમ ઓપરેટર્સ સાથે ગૂગલે કરી ભાગીદારી
'પાર્ટનરશિપ્સ એટ ગૂગલ'ના નિર્દેશક કેરી લેનહાર્ટ હોગને એક નિવેદનમાં કહ્યું કે આગામી થોડા મહિનાઓમાં અમેરિકામાં સ્પ્રિંટ, ઇંગ્લેંડમાં ઈઈ, ભારતમાં એરટેલ અને રિલાયન્સ જિયો અને ઘણા અન્ય દેશોમાં ટ્રફોન અને ગિગ્સ્કી પણ 'ફિક્સલ 3' સ્માર્ટફોન્સ માટે ઈ-સિમની સુવિધા લાવવાની છે. તેમણે કહ્યું કે જો તમે જર્મનીમાં છો તો ટૂંક સમયમાં ડચ ટેલીકોમ અને વોડાફોન સાથે ઈ-સિમ ફંક્શનવાળા 'પિક્સલ 3' ફોન શોધો.

7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન


શું છે ઈ-સિમ
ઈ-સિમની સાથે પ્રથમ મુખ્ય સ્માર્ટફોન 'પિક્સલ 2' હતો. ઈ-સિમ એવું સિમ હોય છે, જે તમને ફ્ક્ત એક ક્લિકથી કેરિયર નેટવર્ક સાથે તાત્કાલિક જોડી દે છે. ઈ-સિમ સાથે ઉપયોગકર્તા એંડ્રોઇડ સ્માર્ટફોનના ક્રોમબુકથી વિયર ઓએસ સ્માર્ટવોચનાઅ ગૂગલ ઇકોસિસ્ટમમાં વિભિન્ન ડિવાઇસિસને કનેક્ટ કરી શકે છે. 

આજે 12 વાગ્યાથી મળશે Realme U1, 'ખાસ' લોકોને મળશે કેશબેકનો ફાયદો


જાણો કેટલી છે ગૂગલ પિક્સલ ફોનની કિંમત
ગૂગલે કહ્યું કે ઇકોસિસ્ટમમાં સતત અને સાધારણ એક્સપીરિએંસ લાગૂ કરવા માટે અમે એક એવો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ જેમાં એંડ્રોઇડ ડિવાઇસ નિર્માતા ઈ-સિમને સપોર્ટ કરનાર સ્માર્ટફોન બનાવશે. ઓક્ટોબરમાં લોંચ થયેલા 'પિક્સલ 3'ના  64GB વેરિએન્ટની ભારતમાં કિંમત 71,000 રૂપિયા તથા  128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 80,000 રૂપિયા સુધી છે. 'પિક્સલ 3 એક્સલ'ના  64GB વેરિએન્ટની કિંમત 83,000 રૂપિયા તથા 128GB વેરિએન્ટની કિંમત 92,000 રૂપિયા સુધી છે.