નવી દિલ્હીઃ જો તમે પણ ગૂગલ પેનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમને કોઈપણ ઈમરજન્સીમાં એક લાખ રૂપિયાની જરૂર હોય, તો ગૂગલ પેની આ સેવા તમારા માટે ઘણી મદદરૂપ થશે. જોકે ગૂગલ પે દ્વારા ઇન્સ્ટન્ટ લોનની સુવિધા શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલ પે યૂઝર્સ હોવું જરૂરી
આ સેવાનો લાભ લેવા માટે તમારે ગૂગલ પેનો ઉપયોગ અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી બંને સારી હોવી જરૂરી છે. જો આમ થશે તો તમને મિનિટોમાં એક લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળી જશે.


ડીએમઆઇ ફાયનાન્સે લોન્ચ કરી સર્વિસ
જોકે ડીએમઆઇ ફાયનાન્સ લિમિટેડે ગૂગલ પે સાથે ડિજિટલ પર્સનલ લોન ઓફર કરવા માટે એક નવી સર્વિસ લોન્ચ કરી છે.

Russia Ukraine Conflict:થોડા જ કલાકોમાં યૂક્રેન પર હુમલો કરશે રશિયા? 19 કરોડ લોકો આજે ઉંઘશે નહી!


ગૂગલ પે યૂઝર્સ માટે ફાયદો જ ફાયદો
આ સેવા હેઠળ ગૂગલ પે યુઝર્સને ડબલ લાભ મળશે. પ્રથમ તમને ગૂગલ પે કસ્ટર એક્સપીરિયન્સ મેળશે. બીજું આ પ્લેટફોર્મ દ્વારા તમે ડીએમઆઇ ફાયનાન્સમાંથી ઈન્સ્ટન્ટ પર્સનલ લોન લઈ શકો છો.


કોને મળશે લોનનો લાભ?
ઇન્સ્ટટેન્ટ લોન સર્વિસનો ફાયદો ગૂગલ પેનો ઉપયોગ કરતા દરેક યૂઝર્સને લાભ મળશે નહીં. તમારી ક્રેડિટ હિસ્ટ્રીના આધારે નક્કી કરવામાં આવશે કે તમને લોન મળશે કે નહીં. આ સુવિધા હેઠળ, ડીએમઆઇ ફાયનાન્સ દ્વારા નિર્ધારિત શરતો મુજબ પ્રી-ક્વોલિફાઇડ એલિજિબલ યૂઝર્સ નક્કી કરવામાં આવશે. એવા ગ્રાહકોને ગૂગલ પે દ્વારા લોન આપવામાં આવશે.


... મિનિટોમાં આવી જશે પૈસા
જો તમે પ્રી-ક્વોલિફાઇડ કસ્ટમર છો, તો તમારી ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનની પ્રક્રિયા રિયલ ટાઇમમાં પ્રોસેસ થઇ જશે. પ્રોસેસની થોડી જ મિનિટોમાં તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે.

શેરબજારે કર્યા માલામાલ, રાકેશ ઝુનઝુનવાલાએ આજે આ બે શેર વડે કમાયા 584 કરોડ


કેટલા મહિના માટે લોન મળશે?
આની મદદથી તમે વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. આ રકમ વધુમાં વધુ 36 મહિનાના સમયગાળામાં ચૂકવવાની રહેશે. ડીએમઆઇ ફાઇનાન્સ અને ગૂગલ પેની આ સર્વિસ દેશમાં 15 હજારથી વધુ પિન કોડ માટે શરૂ કરવામાં આવી રહી છે.


અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા
1. સૌથી પહેલા મોબાઈલ પર Google Pay એપ ઓપન કરો.
2. જો તમે પ્રી એપ્રૂવ્ડ લોન મેળવવા માટે પાત્ર છો, તો પ્રમોશન હેઠળ મની વિકલ્પ દેખાશે.
3. અહીં તમે લોન પર ક્લિક કરો.
4. હવે ઑફર્સનો વિકલ્પ ખુલશે. આમાં ડીએમઆઇનો વિકલ્પ દેખાશે.
5. અહીં તમારે એપ્લિકેશન પૂર્ણ કરવાની રહેશે.
6. એપ્લિકેશન પ્રોસેસ કરવા પર, લોન મંજૂર થતાંની સાથે જ રકમ તમારા બેંક ખાતામાં આવી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube