Google Pay ની શાનદાર ઓફ, માત્ર 111 રૂપિયા મહિને આપી મેળવો 15 હજારની લોન
ગૂગલ પે પોતાના યૂઝર્સને 15000 રૂપિયા સુધીની લોન આપવાની યોજના લાવી છે. લોનનું પેમેન્ટ માસિક 111 રૂપિયાના હિસાબથી થશે. તે યોજના ઓછી આવકવાળા યૂઝર્સ માટે ફાયદાકારક હશે. ગૂગલે આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા, ફેડરલ અને એચડીએફસી બેન્કની સાથે સહમતિ કરી છે.
નવી દિલ્હીઃ ગૂગલ પે પોતાના યૂઝર્સને શાનદાર ઓફર આપી રહી છે, જેની મદદથી યૂઝર્સ નાના અમાઉન્ટમાં લોન લઈ શકશે. આ સુવિધા તે યૂઝર્સ માટે છે, જે આશરે 15 હજાર રૂપિયાની લોન ઈચ્છે છે. ગૂગલ ફોર ઈન્ડિયા ઈન્વેન્ટમાં ઈન્સટન્ટ લોનની જાહેરાત કરવામાં આવી. તે માટે ખુબ ઓછા પેપરવર્કની જરૂરીયાત હોય છે. તો તમામ પેપરવર્ક ઓનલાઈન થઈ જાય છે. તે માટે કોઈ ઓફિસની ચક્કર લગાવવી પડશે નહીં.
શું છે ગૂગલ પેની યોજના
ગૂગલ પે હેઠળ 15,000 રૂપિયા સુધીની લોન લઈ શકાશે. તો આ લોનનું પેમેન્ટ માત્ર 111 રૂપિયાના મહિનાના ઈએમઆઈ પ્રમાણે કરી શકાશે. એટલે કે તમારે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા થશે નહીં. આ યોજના તે યૂઝર્સ માટે ફાયદાકારક હશે, જે મજૂર કે દરરોજ પ્રમાણે કમાણી કરે છે અને તે હિસાબે પેમેન્ટ કરવા ઈચ્છે છે. ગૂગલ પે એક્ટિવ યૂઝર્સની સંખ્યા 2.2 કરોડ છે, જેણે 75 કરોડ ટ્રાન્ઝેક્શન અને 2 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરી છે. ગૂગલે લોન આપવા માટે ચાર બેન્ક જેમ કે આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા, ફેડરલ અને એચડીએફસી બેન્ક સાથે કરાર કર્યો છે.
આ પણ વાંચોઃ 87 પૈસાના શેરે રોકાણકારોને ફટાફટ બનાવ્યા કરોડપતિ, હજુ પણ બંપર કમાણીની તક
નકલી લોનની સમસ્યા
ગૂગલ પ્લે સ્ટોર પર અનેક નકલી લોન એપ્સની ભરમાર હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલે નકલી લોન આપનારી એપ્સને દૂર કરી છે. સાથે પોતાના પ્લેટફોર્મ પર ખુદને ઈન્સટન્ટ મેસેજિંગ એપ રજૂ કરી છે, જેનાથી ફ્રોડની સંભાવનાઓ પર બ્રેક લગાવી શકાય છે. પરંતુ તે જાણવું જરૂરી છે કે ગૂગલ ખુદ પૈસા નથી આપી રહ્યું, તે એક મીડિયમની જેમ કામ કરે છે, જે ઓર્થેન્ટિક સોર્સ ઉપલબ્ધ કરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube