સેન ફ્રાંસિસ્કો: દિગ્ગજ ટેક કંપની ગૂગલે તેની નીતિઓ અને નિયમોમાં ઉલ્લંઘન કરવાના કારણે દર સેકન્ડે લગભગ 100 જેટલી ખોટી(સ્કેમ) જાહેરાતોને દૂર કરી રહ્યું છે. અને ભવિષ્યમાં આવી જાહેરાતોથી બચવા માટે વહેલી તકે સર્ટીફીકેશન પ્રોગ્રામ શરૂ કરશે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટની સ્કેમર એપ્પલ ઇંક જેવી કંપનીઓ માટે ખરીદારી કરવામાં આવી રહી છે. પ્રકાશિત થયા બાદ ગૂગલે શનિવારે કહ્યું કે આ સ્કેમરની સામે અમે કાર્યવાહી કરી રહ્યા છે. ગૂગલની ગ્લોબલ પ્રોડક્ટ પોલીસીના નિર્દેશક ડેવિડ ગ્રાફે કહ્યું, કે ગયા વર્ષે પણ અમે નિયમોનું ઉલ્લંઘન કરનાર 3.2 અબજ જાહેરાતોને દૂર કરી હતી.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 100થી વધારે જાહારાતો સાથે દર સેકન્ડે થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે આ અંગે હજી પણ મહત્વનો નિર્ણય લઇ શકીએ છીએ. અમે ખોટી જાહેરાતોની વઘતી સંખ્યાનો આંકડો મેળવ્યો હતો. અને વૈશ્વિક રૂપે આ શ્રેણીમાં જાહેરાતો પર પ્રતિબંધ કરવાનું શરૂ કરી દીધુ છે. આવનારા સમયમાં ગૂગલ સર્ટીફીકેશન પ્રોગ્રામ શરૂ કરશે જેના કારણે ખોટી જાહેરાતોને પહેલાથી જ રોકી શકાશે.



ગૂગલે કહ્યુ કે અમારી પ્રાથમિકતા સ્વસ્થ જાહેરાતોનો માહોલ ઉભો કરવાનો છે. અને આનો મતલબ લોકોને ખોટી જાણકારી, ખોટી અને હાનિકારક જાહેરાતોથી બચાવવાનો છે. ‘સ્કેમર્સ દ્વારા ખોટી જાહેરાતો તૈયાર કરીવા માટે ગૂગલના જાહેરાત તંત્રનો ઉપયોગ કરવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


(ઇનપુટ:ભાષામાંથી)