નવી દિલ્હી: દિવાળી (Diwali)થી પહેલાં દેશને વધુ એક રાહત પેકેજ (stimulus package)મળી શકે છે. સૂત્રોના અનુસાર આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1.5 લાખ કરોડ રૂપિયાના વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના અનુસાર આ પેકેજને લઇને નાણામંત્રી આજે બપોરે 12:30 વાગે પત્રકાર પરિષદ યોજશે. સરકાર તરફથી રાહત પેકેજની તૈયારી પુરી થઇ ચૂકી છે .સૂત્રોના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પેકેજને ફાઇનલ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહત પેકેજમાં આ સેક્ટર્સ પર રહેશે ફોકસ
સૂત્રોના અનુસાર આ નવા પેકેજમાં ખાસ કરીને ત્રણ મુદ્દાઓ પર ફોકસ રહેશે. પહેલો રોજગારી કેવી રીતે વધારી શકાય. તેના માટે સરકારી પીએફ (પ્રોવિડેંડ ફંડ) દ્વાર 10 ટકા સબસિડી આપવાની જાહેરાત કરી શકે છે. એટલે જે નવા કર્મચારી હશે તેમના પીએફના 10 ટકા ભાગ સરકાર આપશે અને જે એપ્લોયરનું યોગદાન આપે છે તેમાં પણ સરકાર 10 ટકા ભાગ આપશે. તેનાથી સરકાર પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સહન યોજના હેઠળ નવા રૂપમાં રજૂ કરી શકે છે.  


બીજા મુદ્દો તે તમામ 26 સેકટર્સ પર ફોકસ રહેશે જેનો ઉલ્લેખ કેવી કામથ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં ઇમરજન્સી ક્રેડિટની જોગવાઇ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અલગ-અલગ સેક્ટર માટે અલગ અલગર રાહત જોગવાઇ પણ કરવામાં આવી શકે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube