Free Ration: લોકો માટે સરકારની મોટી ભેટ, આ મહિના સુધી મળશે મફતમાં અનાજ
Online Ration Card: કોરોનાના કારણે ગરીબ લોકોને સહાય પ્રદાન કરવા માટે સરકાર તરફથી મફતમાં રાશનની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ પહેલા જ લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
Ration Card: ગરીબ કલ્યાણ માટે સરકાર તરફથી ઘણા પગલા લેવામાં આવ્યા છે. ત્યારે સરકાર તરફથી ઘણી સ્કીમ પણ ગરીબ વર્ગના લોકો માટે ચલાવવામાં આવે છે. કોઈ ભૂખ્યું ન સૂવે એવી આશા સાથે સરકાર ગરીબ લોકોને ફ્રીમાં અનાજ પણ આપી રહી છે. કોરોના બાદથી લોકોને આર્થિક સ્તર પર ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો છે. એવામાં ઘણા એવા લોકો પણ છે જેમને બે સમયનું ભોજન પણ મળતું નથી. આવા લોકો માટે સરકાર તરફતી મફત રાશન સ્કીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સરકાર તરફથી મફત રાશન સ્કીમની ડેડલાઈન વધારી દેવામાં આવી છે.
આ મહિના સુધી મળશે ફાયદો
મોદી સરકાર તરફથી આ વર્ષે માર્ચ મહિનામાં મફત રાશન યોજનાની ડેડલાઈને વધારી દીધી હતી. 80000 કરોડ રૂપિયાના ખર્ચથી ગરીબોને 5 કિલો અનાજ મફતમાં છ મહિના માટે સરકાર તરફથી આપવામાં આવી રહ્યું છે. પહેલા આ યોજનાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી, જોકે, માર્ચ મહિનામાં જ તેને 30 સપ્ટેમ્બર 2022 સુધી વધારી દેવામાં આવી હતી. આ સાથે જ ગરીબ લોકો આ યોજનાનો ફાયદો આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધી ઉઠાવી શકે છે.
તમારા ખિસ્સામાં છે આ નોટ તો થઈ જાવ સાવચેત, બની ગઈ પસ્તી; કોઈ કામની નથી હવે!
આટલો આવ્યો ખર્ચ
કોવીડ-19 ના કારણે ગરીબ લોકોને સહાયતા પ્રદાન કરવા માટે સરકાર તરફથી મફત રાશન યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ પહેલાથી જ લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને માર્ચમાં આ યોજનાને છ મહિના માટે વધારી દેવામાં આવી છે. આ કારણે આ યોજનામાં વધુ 80,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
નગ્ન હાલતમાં દોડતી બોમ્બ પીડિત છોકરીએ જણાવી યુદ્ધની પીડા, 50 વર્ષ બાદ કરાઈ અંતિમ સર્જરી
આ લાભ મેળવો
તમને જણાવી દઈએ કે, માર્ચ 2020 માં કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રી ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ કવર કરવામાં આવેલા 80 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 5 કિલો અનાજ મફતમાં આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆથ કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન લોકોની મુશ્કેલીઓ આ યોજનાના કારણે ઘણી ઓછી પણ થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube