PAN-Aadhaar linking update: પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની છેલ્લી તારીખ આખરી નીકળી ગઈ છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટના મતે લોકોને વિનંતી કરવામાં આવી છે કે 31 ડિસેમ્બર 2024 સુધી તે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જરૂરથી લિંક કરી દેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

135 લોકોના મોતના આરોપી જયસુખની મોદક તુલા કરાઈ; પાટીદારોના કાર્યક્રમમાં થયો વિવાદ!


ઈટીએ મીડિયા રિપોર્ટોના હવાલાથી લખ્યું છે કે છેલ્લી તારીખ સુધી પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો સરકાર તેણે ડિએક્ટિવેટ કરી શકે છે. જોકે, આધાર કાર્ડ વગર લિંક ના થયેલા પેન કાર્ડ 1 જુલાઈ 2023થી ડિએક્ટિવેટ થઈ ગયા છે. સરકારે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરી હતી.


દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...


દરેક વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા વસૂલી રહી છે સરકાર
સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 જુલાઈ 2023થી ડિએક્ટિવેટ પેનને આધારથી લિંક કરવા માટે સરકાર 1000 રૂપિયા દંડ વસૂલી રહી છે. ફેબ્રુઆરીમાં નાણાકીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 29 જાન્યુઆરી 2024 સુધી અમુક શ્રેણીઓને છોડીને 11.48 કરોડ પેન, આધાર કાર્ડથી લિંક થયા નહોતા.


રૂપાલી ગાંગુલીના 'Anupamaa' શોના આ વ્યક્તિનું થયું મોત, શોકમાં ડૂબ્યા સ્ટારકાસ્ટ


તેમણે એવું પણ જણાવ્યું હતું કે 30 જૂન 2023ની સમય મર્યાદા બાદ પેન અને આધારને લિંક ના કરનાર વ્યક્તિઓ પાસેથી 1000 રૂપિયાનો વિલંબ દંડથી સરકારે 1 જુલાઈ 2023થી 31 જાન્યુઆરી 2024 સુધી કુલ 601.97 કરોડ રૂપિયાની વસૂલી કરી છે.


સ્વરૂપવાન યુવતી પર લટ્ટુ બન્યા તો પડશે લોચા! પાટીદાર બિલ્ડરને 5 લાખમાં પડી મજા!


પેન કાર્ડ આધારથી લિંક છે કે નહીં કેવી રીતે ચેક કરશો?
તેના માટે સૌથી પહેલા તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવાનું રહેશે. ત્યારબાદ ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર ક્વિક લિંક સેક્શનમાં Link Aadhaar Status પર ક્લિક કરો. ત્યારબાદ પોતાનો પેન અને આધાર નંબર દાખલ કરો અને પછી View Link Aadhaar Status પર ક્લિક કરો. ત્યારબાદ તમને ડિસ્પલે પર એવું દેખાડશે કે પેન કાર્ડ આધાર કાર્ડથી લિંક છે કે નહીં.