Income Tax Return Update: જો તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો નથી તો તાત્કાલીક ભરી દો. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીક 31 જુલાઈ છે. સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રાજસ્વ સચિવે કહ્યું છે કે 31 જુલાઈથી આગળ ITR ભરવાની તારીખ વધારવાનો હાલ કોઇ વિચાર નથી. તમને જણાવી દઈએ કે, નાણાકિય વર્ષ 2021-22 અને એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત 15 જુલાઈ 2022 થી થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ 16 મળી ગયું છે તો વિલંબ કર્યા વગર તેને ભરી દો. જો તમે ડેડલાઈન પહેલા તેને ભરશો નહીં તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. આ ઉપરાંત જ્યારે ઇન્કમ ટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઈટ પર વધારે ટેક્સપેયર્સ રિટર્ન ફાઈલિંગ કરે છે તો લોડ વધી જાય છે. એવામાં જો તમે પણ ઇન્કમ ટેક્સ ફાયલિંગમાં આવતી સમસ્યાથી બચવા ઇચ્છો છો તો છેલ્લી તારીકની રાહ ન જોશો.


આગામી સમયમાં હજુ મોંઘવારી વધવાની, જાણો શું કહ્યું RBI ગવર્નરે


31 જુલાઈથી પહેલા ભરો રિટર્ન
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2021-22 અને એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે વગર કોઈ લેટ ફિસના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીક 31 જુલાઈ 2022 છે. જો તમે ડેડલાઈન બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો તો ઇન્કમ ટેક્સના સેક્શન 234A અને અંડર સેક્શન 234F હેઠલ તમારે પેનલ્ટી સાથે ટેક્સ પર વ્યાજ પણ આપવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube