RBI સાથે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે જેટલીનું મોટુ નિવેદન, નથી જોતા રિઝર્વ બેંકના પૈસા
નાણા મંત્રી અરૂણ જેટલીએ છેલ્લા કેટલાક સમયમાં સરકાર અને આરબીઆઇ વચ્ચે ચાલી રહેલી ખેચતાણની વચ્ચે રાજકોષીય નુકશાન પર શનિવારે મોટું નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હી: નાણા મંત્રી અરૂણ જેટલીએ છેલ્લા કેટલાક સમયમાં સરકાર અને આરબીઆઇ વચ્ચે ચાલી રહેલી ખેચતાણની વચ્ચે રાજકોષીય નુકશાન પર શનિવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર અને રાજકોષીય નુકશાનનું ખોટ પૂરી કરવા માટે રિઝર્વ બેંક અથવા માટે અન્ય સંસ્થા સાથે વધારે પૈસાની જરૂર નથી. પરંતુ જેટલીએ કહ્યુ કે, રિઝર્વ બેંક (RBI)ની મૂળી અને ઠાંચા માટે જે રૂપ રેખા તૈયાર થશે. તેનો ઉપયોગ ભવિષ્યમાં આવાનારી સરકાર ગરીબી
નિમૂલન કાર્યકર્મમાં કરી શકે છે.
કોઇ પણ રીતે વધારે પૈસાની જરૂર નથી
નાણાં મંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહેવામાં આવ્યું છે,કે અમે રાજકોષીય નુકશાનના લક્ષ્યને પામવા માટે અન્યા સંસ્થાઓ પાસેથી પણ વધારે પૈસાની જરૂર નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારની એ પ્રકારની કોઇ પણ ભાવના નથી. અમે એ પણ નથી કરી રહ્યા કે, આવનારા છ મહિનામાં અમને થોડા પૈસા આપો. અમને તેની કોઇ જરૂરત નથી. ચાલુ નાણાકીય વર્ષમાં બજેટમાં દેશની રાજકોષીય નુકશાનને સફળ ઘરેલુ ઉત્પાદ (GDP)ના 3.3 ટકા પર લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
જેટલીએ કહ્યું કે, અમે માત્ર એટલું નથી કહી રહ્યા છીએ કે આ અંગે કોઇ ચર્ચા થવી જોઇએ. કેટલાક નિયમ હોવા જોઇએ જેના હેઠળ રિઝર્વ બેંક માટે માળખાગત ઢાંચાની રુપરેખા નિશ્ચિત હોય. તેમણે કહ્યું કે, એવામાં જે બાકી રકમ હશે તેનો ઉપયોગ ભવિષ્યની સરકારો આગામી અનેક વર્ષો સુધી ગરીબી ઉન્મુલન કાર્યક્રમો માટે કરી શકીએ છીએ.
વધુ વાંચો...MODI જેકેટ હવે ઉની કાપડમાં પણ, મોદી કુર્તાની માંગમાં થયો વધારો
રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડે આ મહિને થયેલી પોતાની બેઠકમાં રિઝર્વ બેંકના આર્થિક મુડીગત ઢાંચાની રૂપરેખા નક્કી કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતી બેસાડવાનો નિર્ણય કર્યો છે. આ સમિતી કેન્દ્રીય બેંક પાસે રહેનારી અનામત રકમને ઉચ્ચ સ્તર અંગે સલાહ આપશે. સમજવામાં આવી રહ્યું છે કે, રિઝર્વ બેંક પાસે આ સમયે 9.59 લાખ કરોડ રૂપિયાની મોટી રકમ મુકવામા આવી છે.