Toll Tax: ભૂલી જાવ Fastag! હવે નંબર પ્લેટથી કપાશે તમારો ટોલ ટેક્સ, આવી રહ્યો છે નવો નિયમ
Toll tax collection: સરકાર ટોલ પ્લાઝા પર વાહનોની ભીડ ઓછી કરવા અને વાહન માલિકો પાસેથી સુવિધાજનક રીતે ટેક્સ લેવા માટે એક ઓટોમેટિક નંબર પ્લેટ રિડર સિસ્ટમ પર કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ utomatic Number Plate Reader: સરકાર ટોલ પ્લાઝા પર ભીડ ઓછી કરવા માટે ટેક્સ લેવાની નવી રીતો પર કામ કરી રહી છે. તેને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર સિસ્ટમ (Automatic Number Plate Reader cameras) નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે તે માટે સરકાર એક પાયલટ પ્રોજેક્ટ ચલાવી રહી છે, જેના દ્વારા ટોલ હાઈવે પર ચાલનાર વાહનો પાસેથી યોગ્ય અંતરના આધાર પર ચાર્જ લેવામાં આવશે. ગડકરીએ કહ્યુ કે આ નવી ટેક્નોલોજીની સાથે બે ફાયદા મળી શકે છે- ટોલ બૂથ પર ટ્રાફિકની બેરોકટોક અવરજવર અને ઉપયોગ અનુસાર ચુકવણી.
ટોલ ટેક્સ પર ઘટી ગયો વેઇટિંગ ટાઇમ
સરકાર આ ક્રમમાં જીપીએસ આધારિત ટોલ કલેક્શન પર વિચાર કરી રહી છે. જ્યાં જીપીએસ બેસ્ડ ટોલ કલેક્શન ટોલ પ્લાઝા પર વાહનોનું રોકાવાનું સમાપ્ત કરી દેશે અને નક્કી કરેલા અંતર અનુસાર ટોલ એકત્ર કરશે. તો નીતિન ગડકરીનું કહેવુ છે કે ફાસ્ટ ટેગે ભારતીય રસ્તાઓ પર ભીડ ઓછી કરવામાં મદદ કરી છે.
આ પણ વાંચોઃ આવતીકાલે આવી રહ્યો છે અમદાવાદની કંપનીનો IPO, ફક્ત 14130 રૂપિયાનું કરવું પડશે રોકાણ
ગડકરીએ કહ્યું કે ટોલ પ્લાઝા પર 2018-2019 દરમિયાન વાહનોનો એવરેજ વેઇટિંગ ટાઇમ 8 મિનિટ ગતો. ફાસ્ટેગની શરૂઆતની સાથે 2020-2021 અને 2021-2022 દરમિયાન વાહનો માટે એવરેજ વેઇટિંગ સમય ઘટીને 47 સેકેન્ડ થઈ ગયો છે. પરંતુ શહેરોની પાસે અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં વ્યસ્ત સમય દરમિયાન ટોલ પ્લાઝા પર હજુ પણ વાર લાગે છે.
ચાલકોને સુરક્ષિત અને સરળ ટ્રાફિક ઓપરેશન ઉપલબ્ધ કરાવવા માટે ગડકરીએ કહ્યુ કે બધા નવા નેશનલ હાઈવે અને વર્તમાન 4 પ્લસ-લેનવાળા નેશનલ હાઈવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube