ઉપયોગ થઈ ચુકેલા કુકિંગ ઓઇલથી બનશે બાયોડીઝલ, 100 શહેરોમાં પ્રોજેક્ટની શરૂઆત
ભારતમાં દર વર્ષે 2700 કરોડ લીટર કુકિંગ ઓઇલનો ઉપયોગ થાય છે, જેમાંથી 140 કરોડ હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાથી એકત્ર કરી શકાય છે. તેમાથી દર વર્ષે આશરે 110 કરોડ લીટર બાયોડીઝલ બનાવવામાં આવશે.
નવી દિલ્હીઃ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે શનિવારે એક યોજનાની શરૂઆત કરી જે હેઠળ તે 100 શહેરોમાં ઉપયોગ થઈ ચુકેલા ખાવાના તેલથી બાયોડીઝલ પ્રાપ્ત કરશે. પ્રોગ્રામને ઔપચારિક રૂપથી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોન્ચ કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેની માટે ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરશે, જે બાયોડીઝલ બનાવવા માટે પ્લાન્ટ બનાવશે.
શરૂઆતમાં તેલ કંપનીઓ બાયોડીઝલ 51 રૂપિયા પ્રતિ લીટર લેશે અને બીજા વર્ષે કિંમત 52.1 રૂપિયા પ્રતિ લીટર હશે અને ત્રીજા વર્ષે કિંમત વધીને 52.5 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
પ્રધાને રીપર્પઝ યૂઝ્ડ કુકિંગ ઓઇલ (RUCO) સ્ટીકર અને યૂઝ્ડ કુકિંગ ઓઇલ માટે મોબાઇલ એપ પણ લોન્ચ કરશે. તેના માટે તે નક્કી કરવામાં આવશે કે ઉપયોગ થઈ ચુકેલા તેલનો બીજીવાર ઉપયોગ ન કરે. આ સ્ટીકર ફૂડ જોઇન્ટ્સ, હોટેલ અને રેસ્ટોરન્ટને પોતાના પરિસરમાં લગાવીને તે જાહેરાત કરવી પડશે કે તે બાયોડીઝલ માટે UCOની પુરવઠો આપે છે.
'વર્લ્ડ બાયોફ્યૂલ ડે' પર આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાને કહ્યું, 'કુકિંગ ઓઇલ સિવાય બાયોડીઝલ ઘણા રૂપમાં ઉપલબ્ધ છે. આ વ્યર્થથી ધનમાં પરિવર્તન છે. અમે બાયોફ્યૂલ ડેને વૈકલ્પિક ઉર્જા દિવસના રૂપમાં ઉજવીશું.'
કંગાળ પાકિસ્તાનને ભારે પડ્યો ભારત સાથેનો પંગો, એક કિલો ટામેટાના થયા 300 રૂપિયા
દર વર્ષે બનશે 110 કરોડ લીટર બાયોડીઝલ
ભારતમાં દર વર્ષે 2700 કરોડ લીટર કુકિંગ ઓઇલનો ઉપયોગ થાય છે, જેમાંથી 140 કરોડ હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાથી એકત્ર કરી શકાય છે. તેમાથી દર વર્ષે આશરે 110 કરોડ લીટર બાયોડીઝલ બનાવવામાં આવશે. આ સમય UCOન કલેક્ટ કરવાની કોઈ ચેન નથી.
યૂઝ્ડ કુકિંગ ઓઇલથી બીમારી
આ તક પર હેલ્થ મિનિસ્ટર હર્ષ વર્ધને ઓઇલ મિનિસ્ટ્રીના પ્રયાસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ઉપયોગ થઈ ચુકેલા તેલનો બીજીવાર ઉપયોગ કરવાથી હાઇપર ટેન્શન, એથિરોસ્ક્લેરોસિસ, અલ્ઝાઇમર અને લિવર સાથે જોડાયેલી સમસ્યા થાય છે.