સરકારે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો, એક જાન્યુઆરીથી લાગૂ થશે આ નિર્ણય
દેશમાં સતત વધી રહેલા ડુંગળીના ભાવને જોતા સરકારે સપ્ટેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ આદેશ આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગૂ થશે. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારે ડુંગળીની કિંમતમાં થઈ રહેલા વધારાને જોતા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, 'એક જાન્યુઆરી, 2021થી તમામ વેરાયટીની ડુંગળીની નિકાસની છૂટ આપવામાં આવી છે.'