નવી દિલ્હી : દવાઓની કિંમત પર અંકુશ લગાવવા માટે મોદી સરકાર નવી કિંમત પ્રણાલી અમલમાં મૂકી શકે છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે ફાર્મા ઉત્પાદનો માટે નવો પ્રાઇસ ઇન્ડેક્સ બનશે જે દેશમાં દવાની કિંમત પર નિયંત્રણ કરશે. આ પ્રાઇસ ઇન્ડેક્સમાં તમામ દવાઓનો સમાવેશ કરવામાં આવશે. હાલમાં માત્ર 850 દવાઓની કિંમત પર સરકારનું નિયંત્રણ છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) દર વર્ષે આ દવાઓની કિંમત નક્કી કરે છે.  આ કિંમત નક્કી કરવાનો આધાર હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) છે. કંપનીઓને અન્ય દવાઓની કિંમતો વધારવાનો અધિકાર છે પણ વાર્ષિક 10 ટકાથી વધુનો ભાવ વધારો ન કરી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 હજારથી પણ ઓછા EMI પર મળી રહી છે દમદાર કાર્સ


સૂચિત કરેલી આ નવી પદ્ધતિ દ્વારા નવા ફાર્માસ્યુટિકલ ઈન્ડેક્સ સાથે તમામ દવાઓની કિંમતો લિંક કરવાની સરકારની યોજના છે. સૂત્રોએ જણાવ્યું કે સૂચકાંકમાં સામાન્ય હિલચાલને આધારે ડ્રગ બનાવતી કંપનીઓ દવાઓની કિંમતમાં સુધારો કરી શકશે. આ પ્રપોઝલ અંતિમ તબક્કામાં છે અને જૂન સુધીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.


જોકે સરકારના આ પગલાંની આડઅસર પણ થઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ નવા સૂચકાંકથી કિંમતો ઘટવાને બદલે વધી પણ શકે છે. બ્રાન્ડેડ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી ફાર્મા કંપનીઓનું મોટાભાગની ડ્રગ માર્કેટ પર વર્ચસ્વ છે. જો કે ખાનગી હોસ્પિટલની અંદર ચાલતી મેડિકલ્સ દ્વારા રિટેલ પ્રાઇસથી ક્યાં ઉંચી કિંમતે દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.