નવી દિલ્હી: દિવાળી પર કેંદ્ર સરકારે મોટી ભેટ આપી છે. ડીઝલ-પેટ્રોલની મોંઘવારીની મારથી રાહત મળી ગઇ છે. સરકરે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી દીધી છે. ડીઝલ પર ઓછામાં ઓછા 10 રૂપિઆ અને પેટ્રોલ પર 5 રૂપિયા આવતીકાલ ઓછા થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિ સીઝનમાં ખેડૂતોને રાહત
દિવાળીની પૂર્વ સંધ્યા પર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ મુજબ ઓઇલના ભાવમાં ઘટાડો થશે. ડીઝલના ભાવમાં ઘટાડો આગામી રવિ સિઝન દરમિયાન ખેડૂતો માટે મોટી રાહત આપશે. 


આ કારણે વધ્યા હતા ભાવ
સરકારનું માનવું છે કે ખેડૂતોએ પોતાની આકરી મહેનતથી લોકડાઉન દરમિયાન આર્થિક વિકાસની ગતિને જાળવી રાખી અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે ઘટાડો આવતાં રવિ સિઝન દરમિયાન ખેડૂતોને રાહત આપશે. 


આ કારણે વધ્યા હતા ભાવ
સરકારનું માનવું છે કે ખેડૂતોએ પોતાની આકરી મહેનતથી લોકડાઉન દરમિયાન આર્થિક વિકાસની ગતિને જાળવી રાખી અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે ઘટાડો આવતાં રવિ સિઝન દરમિયાન ખેડૂતોને રાહત આપશે. તાજેતરના મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં વૈશ્વિક ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે તાજેતરના અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફુગાવાના દવાણમાં વધારો થયો હતો. દુનિયાએ તમામ પ્રકારની ઉર્જાની અછત વધી અને ભાવમાં વધારો જોવા મળ્યો. ભારત સરકારે આ સુનિશ્વિત કરવાના પ્રયત્નો કર્યા છે કે દેશમાં ઉર્જાનો ઘટાડો થયો નથી અને પેટ્રોલ અને ડીઝલ જેવી વસ્તુઓ આપણી જરૂરિયાતોને પુરી કરવા માટે પર્યાપ્તરૂપથી ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube