Gold: જો કોઈ 3 વર્ષથી વધુ સમય સુધી ગોલ્ડ રાખ્યા બાદ તેને વેચે તો વેચાણથી થનારી આવક પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG)  લાગશે જે ઈન્ડેક્સેશન બેનિફિટ સાથે 20 ટકા છે. બીજી બાજુ જો તમે સોનાને ખરીદ્યા બાદ ત્રણ વર્ષની અંદર વેચો તો લાભને વ્યક્તિની આવક સાથે જોડવામાં આવે છે અને લાગૂ ટેક્સ સ્લેબ મુજબ કર લગાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold Rate: સોનું એક કિંમતી ધાતુ છે જેનું મૂલ્ય પણ સમય સાથે વધતું ગયું છે. ભારતમાં તહેવારો દરમિયાન સોનું ખરીદવું શુભ ગણાય છે. ઘરેણાથી લઈને સિક્કા સુધી અનેક વસ્તુઓ લોકો પોતાના ઘરમાં રાખવાનું પસંદ કરે છે. જો કે ગોલ્ડને ઘરમાં રાખવા માટે કેટલાક સરકારી નિયમોનું પાલન પણ કરવું પડે છે. આ સાથે જ એક લિમિટથી વધુ સોનું ઘરમાં રાખી શકાય નહીં. આવો જાણીએ સોનાને ઘરમાં રાખવાના કેટલાક સરકારી નિયમો વિશે...


ગોલ્ડ
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) મુજબ જો કોઈ વ્યક્તિએ આવકનો  ખુલાસો કર્યો છે, કૃષિ આવક જેવી છૂટવાળી આવક, કે યોગ્ય ઘરેલુ  બચેતથી કે કાયદાકીય રીતે વારસામાં મળેલી આવકથી સોનું ખરીદ્યું છે તો તે ટેક્સને પાત્ર ગણાશે નહીં. નિયમ એમ પણ કહે છે કે સર્ચ અભિયાન દરમિયાન અધિકારી કોઈ ઘરમાંથી નિર્ધારિત મર્યાદાની અંદર સોનાના આભૂષણ કે દાગીના મળેલા હોય તો જપ્ત કરી શકે નહીં. 


આટલું રાખી શકો સોનું
સરકારી નિયમો મુજબ એક પરણિત મહિલા 500 ગ્રામ સોનું રાખી શકે છે. એક અપરણિત મહિલા 250 ગ્રામ સોનું રાખી શકે છે અને પરિવારના પુરુષ સભ્યો માટ આ મર્યાદા 100 ગ્રામ છે. નિયમો એમ પણ જણાવે છે કે, 'આ ઉપરાંત જ્વેલરીને કાયદેસર રીતે કોઈપણ હદ સુધી રાખવી સંપૂર્ણપણે સલામત છે.' જેનો અર્થ એ થયો કે જ્યાં સુધી સોનાની ખરીદી આવકના સ્પષ્ટ સ્ત્રોતો દ્વારા કરવામાં આવી હોય ત્યાં સુધી તેના સંગ્રહની કોઈ મર્યાદા નથી.


કર્ણાટક ચૂંટણી પહેલા AAP ને મળ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, NCP-TMCને મોટો ફટકો


બજારમાં કોઈ 500 અને 2000ની નકલી નોટો થમાવી જાય તો? આ રીતે ચેક કરો અસલી છે કે નકલી


ઘડપણમાં બિઝનેસ શરૂ કર્યો, કંગાળ થવાના આરે આવી ગયા...પછી બન્યા અબજપતિ


ટેક્સ
જો કોઈ 3 વર્ષથી વધુ સમય સુધી સોનાને રાખ્યા બાદ વેચે છે તો વેચાણથી થતી આવક પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG) લાગશે, જે ઈન્ડેક્સેશન બેનિફિટની સાથે 20 ટકા છે. બીજી બાજુ જો તમે સોનાને ખરીદીના 3 વર્ષની અંદર જ વેચી નાખો તો લાભને વ્યક્તિની આવક સાથે જોડવામાં આવે છે અને લાગૂ ટેક્સ સ્લેબ મુજબ કર લગાવવામાં આવે છે. 


સોવરેન ગોલ્ડ બોન્ડ
બીજી બાજુ સોવરેન ગોલ્ડ બોન્ડ  (SGB) વેચવાના નામલે પણ લાભ તમારી આવકમાં જોડવામાં આવશે અને ફરી પસંદ કરાયેલા ટેક્સ સ્લેબ મુજબ કર લગાવવામાં આવશે. જ્યારે એસજીબીને રાખ્યાના 3 વર્ષ બાદ વેચવામાં આવે તો લાભ પર ઈન્ડેક્સેશન સાથે 20 ટકા અને ઈન્ડેક્સેશન વગર 10 ટકાના દરથી કર લગાવવામાં આવશે. વિશેષ રીતે પરિપકવતા સુધી બોન્ડ આયોજિત થવા પર લાભ પર કોઈ કર લગાવવામાં આવશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube