મોટી રાહત : કાલથી સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, સરકાર કરી શકે છે જાહેરાત
પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતથી ત્રસ્ત જનતાને મોટી રાહત મળવાની છે
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતથી ત્રસ્ત જનતાને મોટી રાહત મળવાની છે. બુધવારથી કદાચ સરકાર પેટ્રોલ અને ડીઝલ સસ્તા કરી શકે છે. સરકાર આ માટે ઓઇલ કંપની સાથે મળીને નવી યોજના પર કામ કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ માટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મંગળવારે સાંજે ઓઇલ કંપનીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં વધતી કિંમતને રોકવા માટે નવી ફોર્મ્યુલા શોધી શકાય છે. આના કારણે વધતી કિંમતોમાં થોડી રાહત મળી શકે છે. હાલમાં તેલ કંપની રોજ કિંમત રિવાઇઝ કરે છે.
ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં જોવા મળ્યું એવું કે ચીસાચીસ કરવા લાગી છોકરીઓ
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સતત પેટ્રોલ-ડીઝલની કિંમતને જીએસટીના અંતર્ગત લા્વવાની તરફેણ કરે છે પણ રાજ્ય સરકાર આના માટે તૈયાર નથી. એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી પણ ખાસ કોઈ અસર નહીં થાય પણ એનાથી સરકારી ખજાના પર બોજ વધશે કારણ કે પેટ્રોલ-ડીઝલની કિંમત હાલમાં રેકોર્ડ ઉંચાઈ પર છે. આ સંજોગોમાં પેટ્રોલિયમ મંત્રી કંપનીઓને આ બોજ ઉપાડવાનું કહી શકે છે જેના પગલે કિંમતમાં રોજ બદલાવ નહીં થાય.
પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ હાઇ પર પહોંચી ગઈ છે. છેલ્લા 9 દિવસમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 2.24 રૂ. અને ડીઝલની કિંમત 2.15 રૂ. પ્રતિ લીટર વધી ગઈ છે. તેલ કંપનીઓ તરફથી સવારે જાહેર કરાયેલા લિસ્ટ પ્રમાણે મંગળવારે પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો અને ડીઝલમાં 26 પૈસાનો વધારો કરવામાં આ્વ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.87 રૂ. પ્રતિ લીટર જેટલી રેકોર્ડ હાઇ નોંધાઈ છે જ્યારે ડીઝલની કિંમત પણ રેકોર્ડ સ્તર 68.08 રૂ. પ્રતિ લીટર પહોંચી ગઈ છે.
છેલ્લા 4 અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમત વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી છે. સ્થાનીય સેલ્સ ટેક્સ અને વેટ પ્રમાણે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગઅલગ હોય છે. દેશની તમામ શહેરો સાથે સરખામણી કરીએ તો દિલ્હીમાં તો કિંમત હજી ઓછી છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે 84.70 રૂ. પ્રતિ લીટર છે જ્યારે ભોપાલમાં આ કિંમત 82.46 રૂ. છે. પટનામાં પેટ્રોલ 82.36 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. હૈદરાબાદમાં આ કિંમત 81.39 રૂ. અને શ્રીનગરમાં 80.98 રૂ. છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 79.53 રૂ. પ્રતિ લીટર છે જ્યારે ચેન્નાઇમાં 32 પૈસાના વધારા સાથે નવો ભાવ 79.79 રૂ. થયો છે. સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં છે જ્યાં એની કિંમત 66.01 રૂ. છે.
ડીઝલની વાત કરીએ તો હૈદરાબાદમાં સ્થાનિક ટેક્સના પગલે ડીઝલ સૌથી મોંઘું 73.99 રૂ. પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. ત્રિવેન્દ્રમમાં આ કિંમત 73.88 રૂ. છે. આ સિવાય રાયપુર, ગાંધીનગર, ભુવનેશ્વર, પટણા, જયપુર, ભોપલ, રાંચી અને શ્રીનગર સહિત અનેક શહેરોમાં ડીઝલની કિંમત 70 રૂ. પ્રતિ લીટરથી વધારે છે. નોટિફિકેશન પ્રમાણે પોર્ટ બ્લેયરમાં સૌથી સસ્તું ડીઝલ 63.80 રૂ. પ્રતિ લીટર મળે છે જ્યારે મુંબઈમાં એની કિંમત 72.47 રૂ. છે.