Goverment Employee : કેન્દ્ર સરકાર દેશમાં લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજ (Minimum Wage) ની વ્યવસ્થા ખતમ કરવાની તૈયારીમાં છે. તેની જગ્યાએ આગામી વર્ષથી દેશમાં લિવિંગ વેજની વ્યવસ્થા લાગૂ કરવાની યોજના છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને હવાલે જણાવવામાં આવ્યું છે  કે આ વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) પાસે ટેક્નિકલ મદદ માંગવામાં આવી છે. લિવિંગ વેજ એ એવો લઘુત્તમ પગાર હોય છે જેનાથી કોઈ મજૂર પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકે. તેમાં ઘર, ભોજન, સ્વાસ્થ્ય માટે દેખભાળ, શિક્ષણ અને કપડાં સામેલ હોય છે. ILO એ આ મહિનાની શરૂઆતમાં તેને મંજૂરી આપી હતી. સરકારનો દાવો છે કે તે લઘુત્તમ પગાર કરતા વધુ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં 50 કરોડ કરતા વધુ વર્કર


એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ETને જણાવ્યું છે કે અમે એક વર્ષમાં લઘુત્તમ વેતનથી આગળ જઈ શકીએ છીએ. ILO ના ગવર્નિંગ બોડીની 14મી માર્ચના રોજ જીનેવામાં થયેલી 350મી બેઠકમાં લઘુત્તમ પગાર સંલગ્ન સુધારાઓને મંજૂરી આપવામાં આવી. ભારતમાં 50 કરોડ કરતા વધુ વર્કર છે. જેમાંથી 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે. તેમને રોજ ઓછામાં ઓછો 176 રૂપિયા કે તેનાથી વધુ પગાર મળે છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા રાજ્યમાં રહો છો.


આ રાજ્યો માટે ફરજિયાત નથી


જો કે રાષ્ટ્રીય સ્તર પર લઘુત્તમ પગારમાં 2017થી કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. તે રાજ્યો માટે ફરજિયાત નથી અને એટલે જ કેટલાક રાજ્યોમાં તેનાથી પણ ઓછો પગાર મળે છે. વર્ષ 2019માં પાસ થયેલા વેતન સંહિતાને હજુ લાગૂ કરવાનું બાકી છે. જેમાં એક વેજ ફ્લોરનો પ્રસ્તાવ છે જે તમામ રાજ્યો માટે ફરજિયાત હશે. 


શું થશે ફાયદો
ભારત ILO નો સંસ્થાપક સભ્ય છે. અને 2022થી તેના ગવર્નિંગ બોડીનો સભ્ય દેશ છે. અધિકારીઓએ કહ્યું કે સરકાર 2020 સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)ને મેળવવાની દિશામાં કામ કરી રહી છે. એક ધારણા એ પણ છે કે લઘુત્તમ વેતનને લિવિંગ એજ સાથે બદલવાથી લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના ભારતના પ્રયત્નોને ગતિ મળી શકે છે. અધિકારીએ કહ્યું કે અમે લિવિંગ એજના અમલીકરણથી થનારા સકારાત્મક આર્થિક પરિણામો માટે ક્ષમતા નિર્માણ, ડેટાના વ્યવસ્થિત સંગ્રહ અને પુરાવા માટે ILO પાસે મદદ માંગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube