નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતથી ત્રસ્ત લોકોને સરકાર રાહતના સમાચાર આપી શકે છે. હાલમાં કેન્દ્ર સરકાર નવી રણનીતિ પર કામ કરી રહી છે. જો સરકારની આ નવી નીતિ કારગર સાબિત થઈ તો પે્ટ્રોલ અને ડીઝલની કિંમત અડધી થઈ શકે છે. આ નવા ઉપાયથી પ્રદૂષણની સમસ્યામાં પણ ઘટાડો થઈ શકે છે. સરકાર ટૂંક સમયમાં નવા પ્લાનની ઘોષણા કરી શકે છે જેના પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતો અડધી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સરકાર બહુ જલ્દી પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ મેળવવાની નીતિ જાહેર કરશે.  આનાથી પેટ્રોલ સસ્તું બનશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. મિથેનોલ કોલસામાંથી બનાવી શકાય છે અને એની કિંમત 22 રૂ. પ્રતિ લિટર થઈ શકે છે જ્યારે પેટ્રોલની કિંમત 80 રૂ. પ્રતિ લિટર થાય છે. 


હાલમાં ચીન 17 રૂ. પ્રતિ લિટરના ભાવે મિથેનોલનું નિર્માણ કરી રહ્યું છે. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ માહિતી આપતા જણા્વ્યું છે કે 'મુંબઈની આસપાસ આવેલા દીપક ફર્ટિલાઇઝ્સ તેમજ નેશનલ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ જેવી કંપની મિથેનોલનું ઉત્પાદન કરી શકે છે. વોલ્વોએ એવી બુસનું પણ નિર્માણ કર્યું છે જે મિથેનોલ પર ચાલી શકે છે.'