Exclusive: મળશે ન્યૂનતમ વેતનની ગેરંટી, મોદી સરકાર નક્કી કરશે બેંચમાર્ક
સંસદની સ્થાયી સમિતિમાં વેજ કોડ બિલ પર અંતિમ મોહર લગાવવામાં આવી ગઇ છે અને ચુંટણી પહેલા સરકાર તેને પાસ કરાવીને દેશભરમાં કર્મચારીઓને ખુશીના સમાચાર આપી શકે છે.
નવી દિલ્હી: દેશમાં એક સમાન વેતનને લઇ ટુંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. ઝી બિઝનેસને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર સંસદની સ્થાયી સમિતિમાં વેજ કોડ બિલ પર અંતિમ મોહર લગાવવામાં આવી ગઇ છે અને ચુંટણી પહેલા સરકાર તેને પાસ કરાવીને દેશભરમાં કર્મચારીઓને ખુશીના સમાચાર આપી શકે છે. સરકાર સંસદના શિયાળા સત્રમાં આ પાસ કરવવાનો પ્રયત્ન કરશે.
જી બિઝનેસના સંવાદદાતા પ્રકાશ પ્રિયદર્શીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે જુદા જુદા સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ આ બિલનું અધીરાઈથી રાહ જોઇ રહ્યાં છે. આ બિલના પાસ થવા પર દેશના કોઇપણ ભાગમાં કામ કરનાર કર્મચારીને ખબર હશે કે તેને ન્યૂનતમ કેટલું વેતન મળશે. તેમણે સૂત્રોના અહેવાલથી જણાવ્યું કે સંસદની સ્થાયી સમિતિએ આ બિલ પર તેમની અંતિમ મોહર લગાવી દીધી છે.
શું હશે રૂપરેખા
જ્યારે આ બિલને લોકસભામાં મુકવામાં આવ્યું હતું. ત્યારે કેટલીક પાર્ટીઓએ તેનો વાંધો ઉઠાવ્યો હતો કે દેશમાં જુદા-જુદા ભાગોમાં મોંઘવારીના દર સહિત ઘણી પરિસ્થિતિઓ જુદી છે. એવામાં તેનો સ્કેલ કેવી રીતે નકકી થશે. સુત્રોના જણાવ્યું હતું કે તે નક્કી થયું છે કે ન્યૂનતમ પગારની ગેરેટીં ક્ષેત્રવાર આપવામાં આવશે. એટલે કે ઉત્તરપૂર્વ માટે બેન્ચમાર્ક અલગ હશે, ઉત્તરી રાજ્યો માટે અલગ અને દક્ષિણી રાજ્યો માટે અલગ હશે.
જો આ બિલ પાસ થાય તો કેન્દ્ર સરકારની પાસે અધિકાર હશે કે તેઓ ન્યૂનતમ વેતન બેંચમાર્ક નક્કી કરે અને કોઇ પણ રાજ્ય સરકાર તેમાં ઓછું વેતન નક્કી કરી શકશે નહીં. કોઇ રાજ્યોમાં કોઇ કંપની તેનાથી વધારે વેતન આપવા માંગે તો તે નક્કી કરી શકે છે. આ પગલાથી મોદી સરકારને ફાયદો થશે અને એટલા માટે સરકાર ભારપૂર્વક પ્રયત્ન કરી રહી છે કે આ બીલ શિયાળા સત્રમાં પાસ કરાવી લેવામાં આવે.