નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોને મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે સરકારે શુક્રવારે મોટર વાહન અધિનિયમમાં સુધારાનો પસ્તાવ મુક્યો છે જેના હેઠળ 15 વર્ષથી જૂના વાહનોના ઉપયોગ હટાવીને ભંગારમાં મોકલવાની જોગવાઇ કરી છે. સૂચનાના ડ્રાફ અનુસાર સરકારની યોજના છે કે 15 વર્ષ જૂના વાહનોને ઠીક-ઠાક હોવાનું પ્રમાણપત્રનું નવીનીકરણ છ મહિનામાં કરાવવામાં આવશે. હાલમાં આ નવીનીકરણ કરવાની સમયમર્યાદા એક વર્ષની છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું કે મંત્રાલયે સેન્ટ્રલ મોટર વાહનના નિયમોમાં સુધારાનો ડ્રાફની સૂચના જાહેર કરી છે. તેનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું, દિવ્યાંગોને અનુકૂળ બસોને સુનિશ્વિત કરાવવી અને એક એવી સિસ્ટમ લાગૂ કરાવવી જે 15 વર્ષ જૂના વાહનો યોગ્ય હોવાની તપાસ કરાવવા અને તેનું પ્રમાણપત્ર નવીનીકરણ કરાવવાનો ચાર્જ પણ વધારવામાં આવ્યો છે.

Flipkart પર 12 વાગ્યાથી Redmi K20 સીરીઝ સ્માર્ટફોનનો સેલ, આ રીતે થશે 1000નો એકસ્ટ્રા ફાયદો


ડ્રાફના અનુસાર મધ્યમ અને ભારે મોટર વાહન શ્રેણી હેઠળ નવીનીકૃત પ્રમાણપત્ર માટે મેન્યુઅલ વાહનો માટે તપાસ ચાર્જ 1,200 રૂપિયા અને ઓટોમેટિક વાહનો માટે 2,000 રૂપિયા છે. બેટરીથી ચાલતા વાહનોના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રના નવીનીકરણ છૂટ આપવામાં આવશે અને તેમને નવું રજીસ્ટ્રેશન આપવામાં આવશે. ડ્રાફમાં નવા ખરીદેલા વાહનોને નવા રજીસ્ટ્રેશન પ્રમાણપત્રથી સશરત આપવાની જોગવાની પણ જોગવાઇ છે. તેને આ છૂટ તેના દ્વારા તે શ્રેણીના જૂના વાહનોના કબાડી હોવાનું પ્રમાણપત્ર બતાવતાં આપવામાં આવશે. 

KIA મોટર્સ રજૂ કરશે 'Made In India' કાર, 8 ઓગસ્ટના રોજ થશે લોન્ચિંગ


મધ્યમ અને ભારે શ્રેણી વાહનમાં નવા વાહનો માટે રજીસ્ટ્રેશન ચાર્જ 20,000 રૂપિયા રાખવા અને નવીનીકરણ માટે 40,000 રૂપિયા નક્કી કરવાની જોગવાઇ છે. આ પ્રકારે ચાર અથવા તેનાથી વધુ પૈડાવાળા વાહનો માટે નવા વાહન રજીસ્ટ્રેશનનો ચાર્જ 20,000 રૂપિયા અને નવીનીકરણ માટે 40,000 રૂપિયા રાખવાની જોગવાઇ છે. આ ડ્રાફ પર લોકો પાસેથી અભિપ્રાય અને ટિપ્પણીઓ મંગાવવામાં આવી છે. 

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે સેમસંગ ગેલેક્સી ફોલ્ડ, આ હશે ફીચર્સ


નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમમ, 2019 સોમવારે રાજ્યસભામાં મંજૂર થવાની આશા છે. ભ્રષ્ટાચાર ખતમ કરવા, રોડ સુરક્ષાને સારી બનાવવા તથા ટ્રાફીકના સુચારુ સંચાલનમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જોગવાઇવાળા ખરડાને મંગળવારે લોકસભાને ધ્વનિમતથી મંજૂર કરી દીધું હતું. ગડકરીએ કહ્યું કે ''સોમવારે અમને ખરડાને રાજ્યસભામાં રાખવાનો અવસર મળશે. મને વિશ્વાસ છે કે આ મંજૂર થઇ જશે.