Onion and Tomato Price: સરકારે આપી મોટી રાહત, ડુંગળી, ટામેટા થયા સસ્તા, જાણો ક્યાં મળશે?
Tomato Price: છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ આકાશે આંબી ગયા હતા. જો કે હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ટામેટાના ભાવ ગગડીને 80 રૂપિયા સુધી પહોંચ્યા છે.
Onion Price Hike: ટામેટા અને ડુંગળીની વધતી કિંમતો વચ્ચે જનતાને રાહત આપવાની સરકાર દ્વારા સતત કોશિશ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને સસ્તા ભાવે ટામેટાના વેચાણ બાદ હવે ડુંગળીનું વેચાણ પણ સસ્તા ભાવે કરવામાં આવશે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યૂમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) એ ટામેટાનું વેચાણ 40 રૂપિયે પ્રતિ કિલોના ભાવ પર કરવાની જાહેરાત કરી છે.
રેકોર્ડ લેવલે પહોંચ્યા બાદ થયો ઘટાડો
છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચ્યા બાદ હવે તેમાં ઘટાડો જોઈ શકાય છે. કેટલાક વિસ્તારોમાં ટામેટાના ભાવ ઘટીને 80 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયા છે. તે પહેલા સરકારી એજન્સીઓ તરફથી ટામેટાના ભાવ ઘટીને 15 ઓગસ્ટના રોજ 50 રૂપિયા પ્રતિ કિલો કરાયા હતા. નવા નિર્દેશ મુજબ હવે કિંમત ઘટાડીને 40 રૂપિયા કરી દેવાઈ છે.
15 લાખ કિલોગ્રામથી વધુની ઘરીદી
ગત મહિને NCCF અને NAFED તરફથી ટામેટના સતત વધતા ભાવને રોકવા માટે રાહત દર પર ટામેટા વેચવામાં આવી રહ્યા છે. પહેલા સબસિડીવાળા ટામેટાનો ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરાઈ હતી. હવે 20 ઓગસ્ટથી ટામેટાના ભાવ ઘટીને 40 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી. બંને એજન્સીઓ તરફથી 15 લાખ કિલોગ્રામથી વધુ ટામેટા ખરીદવામાં આવ્યા છે.
આ ઉપરાંત સરકારે સોમવારથી રિટેલ દુકાનો અને મોબાઈલ વાન દ્વારા ગ્રાહકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાની વાત કરી છે. NCCF દ્વારા શાકભાજીનું વેચાણ કરવામાં આવશે. ટામેટા બાદ NCCF ને જ ડુંગળીના વેચાણનું કામ સોંપાયું છે. સરકારે 3 લાખ મેટ્રિક ટનની શરૂઆતની ખરીદીના લક્ષ્યને હાંસિલ કર્યા બાદ આ વર્ષે ડુંગળી બફર માત્રાને વધારીને 5 લાખ મેટ્રિક ટન કરી છે.
ક્યાં મળશે?
એનસીસીએફના મેનેજિંગ ડાયરેક્ટર અનીસ જોસેફે કહ્યું કે શરૂઆતમાં અમે દિલ્હીમાં ડુંગળીના બફર સ્ટોકથી શરૂઆત કરીશું. અમે મોબાઈલ વાન અને બે રિટેલ દુકાનોના માધ્યમથી 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે તેને વેચીશું. તેમણે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં સોમવારથી લગભગ 10 મોબાઈલ વાન મોકલવામાં આવશે. ધીરે ધીરે અન્ય વિસ્તારોને કવર કરવામાં આવશે. એનસીસીએફ દિલ્હીમાં નહેરુ પ્લેસ, અને ઓખલામાં સ્થિત પોતાની બે રિટેલ દુકાનોના માધ્યમથી પણ ડુંગળી વેચશે.
તેમણે કહ્યું કે એનસીસીએફએ ઓએનડીસી (ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક) મંચના માધ્યમથી ઓનલાઈન ડુંગળી વેચવાની પણ યોજના ઘડી છે અને તે એવા તમામ તરીકાઓ પર કામ કરી રહ્યું છે. સરકારે બજારમાં હસ્તક્ષેપ માટે દિલ્હી, આંધ્ર પ્રદેશ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને અસમને સિલેક્ટ કર્યા છે. આ પાંચ રાજ્યોમાં જથ્થાબંધ અને છૂટક બજારોમાં બફર સ્ટોકની ડુંગળીનો ઉપયોગ થઈ રહ્યો છે. જોસેફે કહ્યું કે જથ્થાબંધ બજારોમાં બફર ડુંગળી બજાર ભાવે વેચાઈ રહ્યો છે જ્યારે છૂટક બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વેચાઈ રહી છે. દિલ્હીમાં રિટેલ વેચાણ સોમવારથી શરૂ કરાશે જ્યારે અન્ય રાજ્યોમાં તે બે દિવસ બાદ શરૂ થશે. અધિકૃત આંકડા મુજબ ડુંગળીની દેશભરમાં છૂટક વેચાણ કિમત રવિવારે વાર્ષિક આધાર પર 19 ટકા વધીને 29.73 રૂપિયા પ્રતિ કિલો હતી. ગત નાણાકીય વર્ષે આ જ દિવસે તે 25 રૂપિયા પ્રતિ કિલો હતી. દિલ્હીમાં ડુંગળીની રિટેલ કિંમત 37 રૂપિયા પ્રતિ કિલો છે. જે ગત વર્ષે આ જ દિવસે 28 રૂપિયા પ્રતિ કિલો હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube