નવી દિલ્હી : દેશના કેટલાક રાજ્યોમાં રોકડની તંગી વચ્ચે સરકારે નવી નોટને છાપવાનું કામ ઝડપી બનાવી દીધું છે અને હાલમાં 24 કલાક નોટોનું પ્રિન્ટિંગ થાય છે. સરકારે કેશનું સંકટ જ્યાં સુધી પુરું ન થઈ જાય ત્યાં સુધી 200 અને 500 રૂ.ની નોટો પ્રિન્ટ કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના એક ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે દેશમાં 70,000 કરોડ રૂ.ની કેશની કમીની આપૂર્તિ માટે સતત 500ક અને 200 રૂ.ની નોટોનું પ્રિન્ટિંગ થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારની કરન્સી છાપવાનું કામ ચાર પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે. આ ચારેય પ્રિન્ટિંગ પ્રેસ દિવસમાં સરેરાશ 18થી 19 કલાક કામ કરે છે અને માત્ર ત્રણથી ચાર કલાકનો જ બ્રેક લે છે. જોકે રોકડની માંગ વધવાને કારણે તેમજ એટીએમ મશીન ખાલી હોવાના કારણે હાલમાં સતત ચોવીસ કલાક પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. 


એક નિર્ણય અને ગુજરાતને ફરી મોંઘવારીનો મોટો માર


સામાન્ય રીતે મુદ્રા પ્રિન્ટ કરવાનું ચક્ર 15 દિવસનું હોય છે. જે નોટ છપાતી હોય છે એ મહિનાના અંત સુધી માર્કેટમાં મળતી થઈ જાય છે. આમ, આ અઠવાડિયે જે નોટોનું પ્રિન્ટિંગ શરૂ થયું છે એ મહિનાના અંતમાં માર્કેટમાં મળતી થઈ જશે. આ પહેલાં નોટબંધી વખતે પ્રિન્ટિંગ મશીનો ચોવીસ કલાક ચાલી હતી અને 2000 રૂ.ની નોટોનું પ્રિન્ટિંગ કરવામાં આ્વ્યું હતું. હાલમાં દેશમાં કેશની અછત પ્રવર્તી રહી છે ત્યારે સરકારનો દાવો છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં એટીએમ ચાલે છે અને એમાં કેશ છે. મંત્રાલયના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, નોર્થ ઇસ્ટ, ઓડિસા તેમજ તામિલનાડુના 90 ટકા એટીએમમાં કેશ ઉપલબ્ધ છે. સૌથી પહેલાં નાણાંકીય તંગીનો સામનો કરનાર તેલંગાણામાં પણ 77 ટકા એટીએમ કામ કરે છે. કેશ સંકટ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે એકાદ દિવસમાં આ સંકટ સમાપ્ત થઈ જશે.