LTC મામલે સરકારે લીધો મોટો નિર્ણય
એલટીસી અંતર્ગત કેન્દ્રિય કર્મચારીઓને રજા મળે છે અને તેમને ટિકિટ ખર્ચના પૈસા પણ મળે છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને ફરવા માટે LTC અંતર્ગત કેરળ જવાની પરવાનગી આપી શકે છે. અત્યારે એલટીસીનો લાભ જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો તેમજ અંદમાન અને નિકોબારના પ્રવાસ પર મળે છે. કેન્દ્રિય મંત્રી કે.જે. અલ્ફોંસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે પત્ર લખીને વિનંતી કરી હતી કે કેન્દ્રિય કર્મચારીઓને પ્રવાસ માટે કેરળ જવાની પરવાનગી આપવામાં આવે જેથી પૂર પ્રભાવિત રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન મળે.
હાલમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને પોતાના હોમટાઉન જવા માટેના એલટીસીના ભથ્થાને જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો તેમજ અંડમાન અને નિકોબારના પ્રવાસ માટે આપે છે. રજાઓ પછી ખર્ચાની ચૂકવણી પદ પ્રમાણે સરકાર દ્વારા ચૂકવણી કરી દેવામાં આવે છે. કેન્દ્રિય મંત્રી કે.જે. અલ્ફોંસેએ જણાવ્યું છે કે તેમનો પ્રસ્તાવ છે કે આ પ્રવાસન સ્થળોની યાદીમાં કેરળનો પણ સમાવેશ કરી દેવામાં આવે. તેમનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર 48.41 લાખ કર્મચારી કેરળનો પ્રવાસ કરશે તો પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
એલટીસી અંતર્ગત કેન્દ્રિય કર્મચારીઓને રજા મળે છે અને તેમને ટિકિટ ખર્ચના પૈસા પણ મળે છે. 2017ના એક સરકારી આદેશમાં કેન્દ્રિય કર્મચારીઓને એલટીસી પર રોજિંદી ભથ્થું ન દેવાની વાત કરવામાં આવી છે. હાલમાં પ્રીમિયમ તેમજ સુવિધા ટ્રેનો અને તત્કાલ જેવી સેવાઓને પણ એલટીસી અંતર્ગત પરમિશન દેવામાં આવી છે.