નવી દિલ્હી: હાલના વર્ષે 2020-21 માટે અત્યાર સુધી સ્થિતિને જોતાં GDP દર 1.5% થી 2%નું અનુમાન લગાવ્યું છે પરંતુ છ મહિના પુરા થતાં ફરીથી સમીક્ષા કરશે. નાણા મંત્રાલયના ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમએ આ વાત કહી. રેટીંગ એજન્સીએ ભારતના આઉટલુક સ્ટેબલ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં સારા જીડીપીની આશા છે. કૃષિ ક્ષેત્રમાં સરકારે જે રિફોર્મ કર્યા છે તેમાંથી લોકોની પાસે પૈસા આવશે અને તેની અસર વિકાસ દર પર પડશે. 45 ટકા જનસંખ્યા સીધા કૃષિ સાથે જોડાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9.5 ટકા જઇ શકે છે જીડીપી
ચાલુ નાણાકીય વર્ષમાં ગાઢ સંકુચન બાદ દેશની અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષમાં 9.5 ટકાના દરથી વધારાના દરનું અનુમાન છે. રેટિંગ એજન્સી ફીચ રેટિંગ્સ (Fitch Ratings)એ બુધવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાત કહી. ફીંચે બુધવારે પોતાના એશિયા-પ્રશાંત ક્રેડિટ રેટિંગ દ્વશ્ય જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે 'કોવિડ-19 મહામારીએ દેશના વૃદ્ધિ પરિદ્વશ્યને નબળું કર્યું છે. તેના અન્ય મુખ્ય કારણ સરકરા પર ભારે લોનના લીધે ઘણા પડકારો પણ પેદા થયા છે. ફીંચે કહ્યું કે આ વૈશ્વિક મહામારી સંકટ બાદ દેશની જીડીપી વૃદ્ધિ દરને પરત પાટા પર પરત ફરવાની આશા છે. આ ફરીથી ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે. તેના આગામી વર્ષે 9.5 ટકા કર દરથી વૃદ્ધિ કરવાની આશા ચે. આ બીબીબી શ્રેણીથી વધુ હશે. 


અમેરિકી રિપોર્ટ પણ વ્યક્ત કરી ચૂકી છે ભારત પર વિશ્વાસ
તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસના સ્વતંત્ર શોધ કેન્દ્રએ કોવિડ 19ના વૈશ્વિક આર્થિક પ્રભાવો વિશે પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું વિદેશી રોકાણકારોના વિકાસશીલ એશિયાઇ અર્થવ્યવસ્થાઓથી લગભગ 26 અરબ ડોલર અને ભારતથી 16 અરબ ડોલરથી વધુ રકમ બહાર કાઢી. શોધ કેન્દ્રના રિપોર્ટ અનુસાર લગભગ પ્રમુખ અર્થવ્યવસ્થાઓ કોરોના વાયરસના પ્રકોપથી નુકસાનમાં છે, પરંતુ ફક્ત ત્રણે દેશો ભારત, ચીન અને ઇંડોનેશિયાનો વિકાસ દર 2020માં સકારત્મક રહેવાનું અનુમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube