નવી દિલ્હીઃ IRCTC Share Price: ભારત સરકાર રેલવેની સબ્સિડિયરી આઈઆરસીટીસીની 5 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. સ્ટોક એક્સચેન્જો પર ઓફર ફોર સેલ દ્વારા ગુરૂવાર અને શુક્રવારે શેર વેચવામાં આવશે. સરકારે આઈઆરસીટીસીના શેર વેચવા માટે 680 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇઝ ફિક્સ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 ટકા ડિસ્કાઉન્ટ પર મળશે IRCTCના શેર!
બુધવારે આઈઆરસીટીસીના શેર 1.67 ટકાની તેજીની સાથે 734.90 રૂપિયા પર બંધ થયા છે. એટલે કે સરકાર રોકાણકારોને બુધવારની બંધ કિંમતથી 7 ટકા ડિસ્કાઉન્ટ પર આઈઆરસીટીસીના શેર વેચવા જઈ રહી છે. ઓફર ફોર સેલમાં 4 કરોડ શેર બોલી માટે ઉપલબ્ધ થશે. ગુરૂવાર 15 ડિસેમ્બરે બિન-રિટેલ રોકાણકારો ઓફર ફોર સેલમાં ભાગ લઈ શકશે. તો રિટેલ ઇનવેસ્ટરો શુક્રવારે શેર માટે બોલી લગાવી શકશે. ઓફર ફોર સેલમાં 25 ટકા ભાગ મ્યૂચુઅલ ફંડ અને બીમા કંપનીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. તો 10 ટકા કોટા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ મોંઘવારીથી પીડિત જનતાને સરકાર અપાવશે રાહત, નાણામંત્રીએ અપાવ્યો વિશ્વાસ


3 વર્ષમાં IRCTCના શેરમાં મળ્યું 1048% નું રિટર્ન
સપ્ટેમ્બર 2019માં આઈઆરસીટીસીનો આઈપીઓ આવ્યો હતો જેને રોકાણકારોનો શાનદાર પ્રતિભાવ મળ્યો હતો. કંપની 320 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર આઈપીઓ લાવી હતી. 14 ઓક્ટોબર 2019ના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થયું હતું અને ત્યારથી આઈઆરસીટીસીના શેર પોતાના રોકાણકારોને 1048 ટકા રિટર્ન આપી ચુક્યા છે. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થનારી આઈઆરસીટીસી પહેલી ઈ-કોમર્સ કંપની છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube