નવી દિલ્હી: કેન્દ્ર સરકાર જલદી જ રેન્ટલ હાઉસિંગમાં 100% FDI ને મંજૂરી આપી શકે છે. Housing and Urban Affairs મંત્રી હરદીપ પુરીએ CREDAI અને NAREDCO ને એપ અને પોર્ટલને લોન્ચ કરવાના અવસર પર એક વેબિનારમાં આ વાતની જાહેરાત કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરની પરેશાનીઓ ઉકેલવા માટે એક સ્થાનિક વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે, જેથી સરકાર ત્વરિત નિર્ણય લઇ શકે. હરદીપ પુરીએ નરેડકો દ્વારા ઉઠાવવામાં આવેલી ડિમાંડ પર તેની જાહેરાત કરી છે. આ સાથે જ હરદીપ પુરીએ ક્રેડાઇના આવાસ એપ અને નરેડકોના ઓનલાઇન પોર્ટલ HousingforAll.com ને પણ લોન્ચ કરી. 


ઓનલાઇન ખરીદી શકશે ઘર
નરેડકોએ કહ્યું કે આવાસીય યૂનિટ્સના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ડેવલોપર્સના સહયોગથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ડેવલોપર્સે કહ્યું કે તે આ પોર્ટલના માધ્યમથી લગભગ 2.70 લાખ રેડી ટૂ મૂવ ઘરોને વેચી શકશે. ફેસ્ટિવલ સીઝનમાં લોકો માટે ઘર ખરીદવાની સોનેરી તક છે. 


નરેડકોના પ્રેસીડેન્ટ નીરંંજન હીરાનંદનીએ કહ્યું કે હાલ રિયલ એસ્ટેટ સેક્ટર ખૂબ મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. જે મકાનો વેચાયા નથી તે પ્રથમ પ્રાથમિકતા છે. તેના લીધે ઇ-કોમર્સ પ્લેટફોર્મને ડિજિટલ ઇન્ડીયા હેઠળ લોન્ચ કરવામાં આવી છે. તેનાથી વેચાણ વધી જશે. 


220 શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને મળશે જાણકારી
ક્રેડાઇના આવાસ એપથી 220 શહેરોમાં હાલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની જાણકારી મળશે. તેમાં રેરા એપ્રૂવ્ડ પ્રોજેક્ટ જ હશે, જેને સામાન્ય લોકો ખરીદી શકશે. તેનાથી સેક્ટરમાં ખૂબ પારદર્શિતા પણ આવશે. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube