Budget 2025 Expectations: સરકાર દ્વારા ટૂંક સમયમાં બજેટ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટને લઈને કરદાતાઓ અને નોન-ટેક્સ પેયર્સ બંને મોટી અપેક્ષાઓ સાથે બેઠા છે. બજેટ પહેલા એવી ચર્ચા થઈ રહી છે કે જો તમે બેંકમાં FD કરો છો તો તેના પર ટેક્સ ઓછો લાગશે અથવા તો લાગુ નહીં થાય. અત્યાર સુધી, FD પર મળતા વ્યાજ પર ટેક્સ લાગતો હતો. પરંતુ બેંકો તરફથી એવી માંગ છે કે એફડી પરનો ટેક્સ દૂર કરવામાં આવે. બેંકોનું કહેવું છે કે જો સરકાર ટેક્સ હટાવવાનો નિર્ણય લેશે તો તેનાથી બેંક ડિપોઝીટને પ્રોત્સાહન મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FD પર ટેક્સ ઈન્સેંટિવ આપવાની માંગ
જો નાણામંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે, તો તેનાથી એવા લોકોને ઘણો ફાયદો થશે જેઓ બેંકમાં પૈસા જમા કરાવે છે અને તેના પર મળતા વ્યાજ દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. ન્યૂઝ 18 અંગ્રેજી પર પ્રકાશિત થયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની પ્રિ-બજેટ મીટિંગમાં નાણાકીય સંસ્થાઓ, ખાસ કરીને બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ટેક્સ પ્રોત્સાહનની માંગ કરી છે. તેમની દલીલ છે કે આનાથી બચત વધશે. બેંકો તરફથી આ સૂચન તાજેતરમાં બચતમાં થયેલા ઘટાડાને કારણે આવ્યું છે. આ જ કારણ છે કે બેંકોને લોન આપવા માટે નાણાંની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.


શેર બજારમાં પૈસા લગાવવા પર ઓછો ટેક્સ
અહેવાલો અનુસાર, એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO રાધિકા ગુપ્તાએ નાણાપ્રધાન સાથેની પ્રી-બજેટ મીટિંગમાં મૂડી બજારની કાર્યક્ષમતા અને સર્વસમાવેશકતાને સુધારવા માટે સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બોન્ડ્સ અને ઇક્વિટી શેર્સમાં લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપવા ભલામણો કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, નાણા સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સચિવ, આર્થિક બાબતો અને નાણાકીય સેવાઓ વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેંકોએ સરકારને કહ્યું છે કે જો તમે બેંકમાં પૈસા જમા કરો છો તો તેના પર ટેક્સ ઓછો હોવો જોઈએ કારણ કે શેરબજારમાં પૈસા રોકવા પર ઓછો ટેક્સ લાગે છે. લોકો બેંકમાં વધુને વધુ પૈસા જમા કરે તે માટે આ સૂચન આપવામાં આવ્યું હતું. 


કેવી રીતે રહેશે ફાયદાકારક?
જો કોઈ વ્યક્તિની 10 લાખ રૂપિયાની FD છે અને તેને વાર્ષિક 8 ટકા વ્યાજ મળી રહ્યું છે, તો તેને પાંચ વર્ષમાં કુલ 4 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. ધારો કે જો તે 30 ટકા આવકવેરાની શ્રેણીમાં આવે છે, તો 40,000 રૂપિયા સુધીની FD વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ મર્યાદાથી વધુ રકમ પર આ સ્લેબ રેટ મુજબ ટેક્સ ભરવાનો રહેશે. વર્તમાન નિયમો અનુસાર, તેણે 3.60 લાખ રૂપિયા પર 30% ટેક્સ ચૂકવવો પડશે, જે 1.08 લાખ રૂપિયા થાય છે. પરંતુ, જો અહીં સ્ટોક માર્કેટ (LTCG)માં રોકાણ કરવા પર ટેક્સ લાગુ થાય છે, તો તેમણે માત્ર 12.5% ​​ટેક્સ ચૂકવવો પડશે, એટલે કે કુલ 45,000 રૂપિયા. આ રીતે તેને લગભગ 63,000 રૂપિયાનો નફો થાય છે.