GST Scheme: કેન્દ્રની મોદી સરકાર તરફથી જનતા માટે સમયાંતરે યોજનાઓ લાગૂ થતી રહે છે. હવે સરકારે એક નવી યોજના લાગૂ કરવાનો નિર્ણય  કર્યો છે. આ યોજના એક સપ્ટેમ્બરથી ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગૂ કરાશે. આ સરકાર યોજના છે 'મેરા બિલ મેરા અધિકાર' યોજના. આ સરકારી યોજના દવારા તમે મોબાઈલ એપ પર બિલ 'અપલોડ' કરીને 10,000 રૂપિયાથી લઈને એક કરોડ સુધીના કેશ પ્રાઈઝ પણ જીતી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા રાજ્યોમાં શરૂ થશે યોજના
CBIC એ જણાવ્યું કે આ યોજનાનો હેતુ લોકોને દર વખતે ખરીદી કરતી વખતે બિલ માંગવા માટે પ્રેરિત કરવાનો છે. જેમાં અસમ, ગુજરાત, હરિયાણા, પુડુચેરી, દમણ અને દીવ તથા દાદરા નગર હવેલીમાં શરૂ કરવામાં આવશે. 


CBIC એ આપી જાણકારી
CBIC એ સોશિયલ મીડિયા મંચ એક્સ (પૂર્વ નામ ટ્વિટર) પર આ જાણકારી આપી છે. ટ્વીટ કરીને કહ્યું છે કે જીએસટીવાળું બિલ 'અપલોડ' કરવાથી લોકોને કેશ ઈનામ મળી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube