Air India માં 100 ટકા ભાગીદારી વેચશે સરકાર, 17 માર્ચે લાગશે બોલી
ભારત સરકાર (Modi government) એ એર ઇન્ડીયા (Air India)માં પોતાની 100% ભાગીદારી (stake) વેચવાનો નિર્ણય કર્યો છે. સરકારે સોમવારે તેના માટે પોતાનો પ્લાન પણ સાર્વજનિક કરી દીધો છે. એર ઇન્ડીયા પર કુલ લોન લગભગ 58,000 કરોડ રૂપિયા છે.
નવી દિલ્હી: ભારત સરકાર (Modi government) એ એર ઇન્ડીયા (Air India)માં પોતાની 100% ભાગીદારી (stake) વેચવાનો નિર્ણય કર્યો છે. સરકારે સોમવારે તેના માટે પોતાનો પ્લાન પણ સાર્વજનિક કરી દીધો છે. એર ઇન્ડીયા પર કુલ લોન લગભગ 58,000 કરોડ રૂપિયા છે.
સરકાર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર 'વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ' હેઠળ એર ઇન્ડીયા એક્સપ્રેસના 100 ટકા AISATS ના 50 ટકા શેર વેચશે.
આ સાથે જ મેનેજમેન્ટ નિયંત્રણનો અધિકાર પણ સફળ બોલી લગાવનારના હાથમાં જતો રહેશે. સરકારે એર ઇન્ડીયા માટે એક્સપ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ (EoI) એટલે રસ દાખવવા માટે 17 માર્ચ સુધીની ડેડલાઇન જાહેર કરી છે.
તમને જણાવી દઇએ કે ગત વર્ષે નવેમ્બરના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે રાષ્ટ્રીય કેરિયર, એર ઇન્ડીયાનું ખાનગીકરણ ન થવાની સ્થિતિમાં તેને બંધ કરવું પડશે. જોકે તેમણે કહ્યું કે તમામ કર્મચારીઓ માટે એક અનુકૂળ સોદો સુનિશ્વિત કરવામાં આવશે. પુરીએ ઉચ્ચ સદનમાં એક પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે 'હું તે હદ સુધી જઇશ અને કહીશ. ત્યારબાદ પુરીએ કહ્યું કે ખાનગીકરણ ન થતાં એરલાઇન્સને બંધ કરી દેવામાં આવશે.
તમને જણાવી દઇએ કે એર ઇન્ડીયાની ભાગીદારી વેચવાના પહેલા પ્રયત્નમાં મોદી સરકારે મે 2018માં પોતાની 76 ટકા ભાગીદારી વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ (ઇઓઆઇ) આમંત્રિત કર્યા હતા. પરંતુ બોલીના પહેલાં તબક્કામાં એક પણ ખાનગી પાર્ટીએ રસ દાખવ્યો ન હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube