Free LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પર મફત ગેસ સિલેન્ડરની જાહેરાત
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન વાળાને દિવાળી પર ફ્રી સિલેન્ડર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે હોળી અને દિવાળી પર લાભાર્થીઓને ફ્રી સિલેન્ડરની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે કહ્યું છે કે 1 લાખ 84 હજાર 39 લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડરનો લાભ આપવામાં આવશે. આ લાભ મેળવવા માટે પહેલા કનેક્શન ધારકે ગેસ સિલિન્ડરની સંપૂર્ણ રકમ રોકડમાં ચૂકવવાની રહેશે. રિફંડ તરીકે રકમ ત્રણથી ચાર દિવસ પછી ગ્રાહકના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.


કોને મળશે મફત ગેસ સિલિન્ડર
આ યોજનાનો લાભ એવા ગ્રાહકોને જ મળશે જેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. જેના આધારે આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું છે. જે ગ્રાહકોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ યોજનાનો લાભ તેમને જ મળશે. જો તમે હજુ સુધી તમારું eKYC કરાવ્યું નથી, તો તમારી સંબંધિત ગેસ એજન્સીનો સંપર્ક કરો અને આધાર વેરિફિકેશન કરાવો. 


મફત સિલિન્ડર માટે કેવી રીતે કરશો અરજી
ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત બાદ આંધ્ર પ્રદેશ સરકાર અને ઉત્તરાખંડ સરકારે પણ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને દિવાળી પર મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ લાભ મેળવવા માટે તમારે ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવવી આવશ્યક છે. આ યોજના માટે અરજી કરવા માટે તમે નજીકના સામાન્ય સેવા કેન્દ્ર અથવા LPG વિતરકની મુલાકાત લઈને અરજી કરી શકો છો. સરકારે મહિલાઓ માટે આ યોજના શરૂ કરી છે. જરૂરી શરતો પૂરી કર્યા પછી તમને ઉજ્જવલા યોજના સાથે જોડવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સામાન્ય ઉપભોક્તા કરતા 300 રૂપિયા સસ્તા સિલિન્ડર મળે છે. સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.