નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નવા રાહત પેકેજની જાહેરાત કરતાં ગુરૂવારે 2 કરોડ રૂપિયા સુધી આવાસીય એકમોની પહેલીવાર વેચાણ માટે ઇનકમ ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી છે. બે કરોડ રૂપિયા સુધી આવાસીય એકમોની પહેલીવાર વેચાણ માટે સર્કલ રેટ અને કરાર મૂલ્ય વચ્ચેના અંતરને બમણા સુધી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી ફક્ત સર્કલ રેટ અને સમાધાન મૂલ્ય વચ્ચે ફક્ત 10 ટકાના અંતરની જ મંજૂરી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહેણાંક રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકારે 2 કરોડ રૂપિયાની મૂલ્યની આવાસીય એકમની પહેલીવારની વેચાણ માટે સર્કલ રેટ અને કરાર મૂલ્ય વછે અંતરને વધારીને 20 ટકા કરી દીધું છે અને આ સુવિધા 30 જૂન 2021 સુધી ઉપલ્બધ રહેશે. સરકારના આ પગલાંથી ઘર ખરીદી અને ડેવલોપર્સ બંનેને ફાયદો થશે અને તેનાથી વણ વેચાયેલા મકાનોની સંખ્યા પણ ઓછી કરવામાં મદદ મળશે.  

સરકારની દિવાળી ભેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી વધુ એક રાહત પેકેજની જાહેરાત


પીએમ આવાસ યોજના માટે 18000 કરોડ રૂપિયા વધારાના મળ્યા
નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 18,000 કરોડ રૂપિયાની વધારાની રકમ ફાળવણી કરવાની જાહેરાત પણ કરી છે. તેનાથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને પુરા કરવામાં મદદ મળશે અને રોજગાર સર્જન સાથે જ ઇકોનોમીને બૂસ્ટ મળશે. 


તેમણે કહ્યું કે 2020-21ના બજેટ અનુમાન ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ને વધારાના 18,000 કરોડ રૂપિયાની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે પહેલાં જ સરકાર આ મદમાં છ્હે 8,000 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવી ચૂકી છે. આ જાહેરાતથી 12 લાખ મકાનોના નિર્માણમાં મદદ મળશે સાથે જ 18 લાખ મકાનોના નિર્માણ પુરા થશે. આ યોજનાથી 78 લાખ નવા રોજગાર પેદા થશે. અને સ્ટીલ તથા સીમેન્ટની પણ માંગ વધશે.  


નિર્માન અને ઇંફ્રાસ્ટ્રકચરને સમર્થન આપવા માટે સરકરે સરકારી ઠેકામાં અર્નેસ્ટ મની ડિપોઝિટ અને પરર્ફોમન્સ સિક્યોરિટી રિક્વાઇરમેંટ્સમાં પણ રાહત પુરી પાડી છે. પરર્ફોમન્સ સિક્યોરિટીને ઘટાડીને 3 ટકા કરી દેવામાં આવી છે, જે પહેલા6 5 થી 10 ટકા હતી. ટેડર્સ માટે હવે અર્નેટસ્ટ મની ડિપોઝીટની જરૂરીયાત રહેશે નહી. આ 31 ડિસેમ્બર 2021 સુધી ઉપલબ્ધ રહેશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube