PF Balance Check: મોદી સરકારે દિવાળી રહેલા એક એવો નિર્ણય કર્યો છે, જે તમામ નોકરીયાત લોકો માટે ખુશખબર છે. મોદી સરકારે ચાલું નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડેન્ટ ફંડ પર મળનાર વ્યાજ દર 8.5 ટકા (Provident Fund Interest Rate) રાખવા માટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયના કારણે 5 કરોડથી વધુ ઈપીએફઓ (EPFO)ના સબ્સક્રાઈબર્સને ફાયદો મળશે. પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.5 ટકા રાખવાનો નિર્ણય માર્ચ મહિનામાં જ શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં EPFO સાથે જોડાયેલા નિર્ણય કરનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટી (CBT)એ કર્યો હતો. એક સૂત્ર અનુસાર હવે મોદી સરકાર (Modi Govt on PF Interest Rate)એ તેણે 8.5 ટકા રાખવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ 8.5 ટકાના દરથી વ્યાજ ઈપીએફના સબ્સક્રાઈબર્સના એકાઉન્ટમાં જમા કરી નાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉના વર્ષોમાં પ્રોવિડન્ટ ફંડનો વ્યાજ દર કેટલો હતો?
ગત વર્ષે માર્ચમાં EPFOએ 2019-20 માટે ભવિષ્ય નિધિ પર ચૂકવવાપાત્ર વ્યાજ ઘટાડીને 8.5 ટકા કરી દીધું હતું, જે 7 વર્ષમાં સૌથી નીચું સ્તર હતું. અગાઉ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 2018-19માં 8.65 ટકા હતો, જે 2016-17માં વધારીને 8.65 ટકા કરવામાં આવ્યો હતો. અગાઉ 2017-18માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.55 ટકા હતો. 2015-16માં વ્યાજ દર 8.8% હતો. 2013-14 અને 2014-15માં તે 8.75 ટકા હતો. 2012-13માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.5 ટકા હતો. 2011-12માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ 8.25 ટકા હતું.


કેવી રીતે ચેક કરો PF એકાઉન્ટનું બેલેન્સ?
જો તમે પણ નોકરીયાત છો અને તમે જાણવા માંગો છો કે તમારા ખાતામાં વ્યાજના કેટલા પૈસા આવ્યા છે? પૈસા આવ્યા છે પણ નહીં? તો તમારા માટે એક મિસ કોલ (how to check pf balance by missed call) કરવાનો રહેશે અને તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી તમામ જાણકારી તમને મળી જશે. તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ SMS (how to check pf balance by sms), EPFO પોર્ટલ (how to check pf balance by epfo portal) અથવા તો ઉમંગ એપ (how to check pf balance by umang app)થી પણ ચેક કરી શકો છો.


એક મિસ્ડ કોલથી જાણો પૈસા એકાઉન્ટમાં આવ્યા છે કે નહીં?
જો તમે પણ જાણવા માંગો છો કે તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા આવ્યા છે કે નહીં તેની જાણ તમારું બેલેન્સ ચેક કરશો તો જાણી શકાશે. તેના માટે માત્ર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 નંબર પર ફોન કરો. ધ્યાન રાખો કે તમારો UAN, પેન અને આધાર લિંક હોવી જરૂરી છે. બેલેન્સ ચેક કરતા જ તમને ખબર પડી જશે કે પૈસા આવ્યા છે કે નહીં.


SMSથી પણ જાણી શકશે બેલેન્સ
EPF ખાતાનું બેલેન્સ તમે SMS મારફતે પણ જાણી શકો છો. તેના માટે જરૂરી છે તમારો UAN નંબર EPFOની સાથે રજિસ્ટર્ડ હોય. જો એવું હોય તો તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ મોકલવાની રહેશે. થોડાક જ સમયમાં તમને મેસેજનો જવાબ આવી જશે અને તમને ખબર પડી જશે. આ સર્વિસ અંગેજી, હિન્દી, પંજાબી સહિત 10 અલગ અલગ ભાષાઓને સપોર્ટ કરે છે.


Umang App દ્વારા તમારું PF એકાઉન્ટ બેલેન્સ તપાસો
- આ એક સરકારી એપ છે જેના દ્વારા માત્ર EPF જ નહીં પરંતુ અન્ય ઘણી સરકારી સેવાઓનો લાભ એક જ જગ્યાએથી મેળવી શકો છો. 
- સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર દ્વારા  Umang App ડાઉનલોડ કરો.
- તમારો ફોન નંબર રજીસ્ટર કરો અને એપમાં લોગીન કરો.
- ઉપરના ડાબા ખૂણામાં આપેલા મેનુ પર જાઓ અને ‘Service Directory’ પર જાઓ.
- અહીં EPFO ​​વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
- અહીં View Passbook પર ગયા પછી, તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ તપાસો.


EPFO પોર્ટલ દ્વારા
- EPFO વેબસાઈટ પર લોગ ઓન કરો. epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો
- ઈ-પાસબુક પર ક્લિક કરવાથી, એક નવું પેજ passbook.epfindia.gov.in પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- અહીં તમારે તમારું યુઝર નેમ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચર ભરવાનું રહેશે.
- બધી વિગતો ભર્યા પછી, તમે નવા પેજ પર આવશો અને અહીં તમારે સભ્ય ID પસંદ કરવાનું રહેશે.
- અહીં તમને ઈ-પાસબુક પર તમારું EPF બેલેન્સ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube