PNB કૌભાંડ : સરકારે પીએનબી તેમજ અલ્હાબાદ બેંકના 3 મોટા અધિકારીઓને હટાવવાનો આપ્યો નિર્દેશ
લગભગ 13,000 કરોડ રૂ.ના પંજાબ નેશનલ બેંક ગોટાળામાં સરકારે મોટું પગલું ભરીને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે
નવી દિલ્હી : લગભગ 13,000 કરોડ રૂ.ના પંજાબ નેશનલ બેંક ગોટાળામાં સરકારે મોટું પગલું ભરીને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. નાણા મંત્રાલયના સચિવ રાજીવ કુમારે માહિતી આપી છે કે સરકારે પીએનબી અને અલ્હાબાદ બેંકના 3 બોર્ડ અધિકારીઓને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ અધિકારીઓમાં 2 પીએનબીના એક્સિક્યુટિવ ડિરેક્ટર અને એક અલ્હાબાદ બેંકના મેનેજિંગ ડિરેક્ટર છે.
રાજીવ કુમારે મીડિયાને માહિતી આપી છે કે બેંકોને આ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ મામલે પીએનબીની બોર્ડ મિટિંગ પણ ચાલી રહી છે. પીએનબીએ આ મામલામાં સંડોવાયેલા અધિકારીઓને હટાવવાનો નિર્ણય કરી લીધો છે અને અલ્હાબાદ બેંક પણ બહુ જલ્દી આ મામલે પોતાને બેઠક બોલાવશે. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સરકારી કામકાજમાં બેદરકારી દાખવનારને કોઈ પણ હાલતમાં છોડવામાં નહીં આવે.
રાજકોટમાં પકડાયો ઝેરી કેરીનો જબરદસ્ત ખેલ, ટેકનીક વાંચીને બહેર મારી જશે મગજ
ચાર્જશીટમાં પીએનબીના બીજા બે એક્ઝિક્યુટીવ ડિરેક્ટર્સ કેવી બ્રહ્માજી રાવ તેમજ સંજીવ શરણનું નામ પણ શામેલ છે. ચાર્જશીટને સમગ્ર રીતે નીરવ મોદીની વિરૂદ્ધમાં તૈયાર કરવામાં આવી છે. મેહુલ ચોક્સી વિરૂદ્ધ એક અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ ઓપરેશન) નેહલ અહદને પણ આરોપી બના્વ્યો છે. આ ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ વિશાલ મોદી અને એની કંપનીના અધિકારી સુભાષ પરબનો પણ ઉલ્લેખ આ ચાર્જશીટમાં કરવામાં આ્વ્યો્ છે. સીબીઆઇના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર્જશીટમાં નીરવ મોદી અને તેના ભાઈ નીશલ મોદી સહિત 22 લોકો તથા 3 કંપનીઓ પણ આરોપી બનાવવામાં આવ્યા છે.