નવી દિલ્હી: સરકારે શેરડી પકવતા ખેડૂતોના બાકી લેણાની પતાવટ માટે વ્યવસ્થા કરી છે. જે મુજબ તે ખાંડ ઉદ્યોગને મદદ કરશે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે ફેસલો લીધો છે કે તેઓ ખેડૂતોને 5.5 રૂપિયે પ્રતિ ક્વિન્ટલના દરે સબસિડીની ચૂકવણી કરશે. ખેડૂતોને સબસિડી ખાંડ મિલોને વેચાયેલી શેરડીના આધારે થશે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો. જો કે સરકારે તેમાં એક શરત પણ રાખી છે કે આ ધન ફક્ત મિલો દ્વારા ખરીદાયેલી શેરડી કે જે નિર્ધારિત શરતો પર ખરી ઉતરશે તેના ઉપર જ સબસિડી અપાશે. ખાંડ મિલો પર ખેડૂતોનું બાકી લેણું વધીને 20હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. સરકારની આ સબસિડીની કવાયતને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. કર્ણાટકમાં 12મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિલો પર દેવું વધ્યું, 20હજાર રૂપિયા થયું
આ વર્ષે ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેના કારણે ખાંડનો ભાવ ખુબ ઘટી ગયો છે. મિલોએ ખુબ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મિલો પર ખેડૂતોનું બાકી લેણુ સતત વધી રહ્યું છે. મિલો ખેડૂતો પાસે ખરીદેલી શેરડીની રકમની ચૂકવણી કરવામાં અસમર્થ છે આથી તેમણે સરકારને મદદની ગુહાર લગાવી હતી. દેશમાં ખાંડનું ઉત્પાદન 15 એપ્રિલ સુધી કુલ 29.98 મિલિયન ટન (અત્યાર સુધીનો સૌથી વધુ) રહ્યું. ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA)ના ડીજી અવિનાશ વર્માએ આ ફેસલાનું સ્વાગત કરતા કહ્યું કે શુગર મિલને ખુબ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.


ખાંડના ભાવ 9 રૂપિયા સુધી ઘટ્યા
વર્માએ કહ્યું કે સરકારના આ ફેસલાથી 2017-18માં મિલોને 1500-1600 કરોડ રૂપિયાની રાહત મળશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે ઉદ્યોગો સામે પરેશાનીઓ ખુબ છે. વર્માએ આશા વ્યક્ત કરી કે આ  પગલાં બાદ સરકાર શેરડીના ખેડૂતો અને ખાંડ ઉદ્યોગની ભલાઈ માટે હજુ વધુ પગલાં લેશે. ખાંડના ભાવ છેલ્લા ચારથી પાંચ મહિનામાં 9 રૂપિયા સુધી ઘટ્યા છે.


11 યોજનાઓ મળીને એક નવી યોજના
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કૃષિ વિભાગની પહેલા જે યોજનાઓ ચાલી રહી હતી તે 11 યોજનાઓને એક કરીને એક નવી યોજના હરિત ક્રાંતિ કૃષ્ણોન્તિ યોજના લાવવામાં આવશે. હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના માટે 2019-20 સુધી 33,270 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. જો કે આ ઉપરાંત કેબિનેટે મલ્ટી સેક્ટોરલ ડેવલપમેન્ટ યોજનાનાં પુર્નગઠનનો ફેસલો પણ લીધો છે. જે હેઠળ 196 જિલ્લા આવતા હતાં પરંતુ હવે 308 જિલ્લાઓ આવરી લેવાશે.