નવી દિલ્હી: જો તમે નવી કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો થોડા દિવસ થોભી જાવ. આ ઈન્તેજાર તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે અને તમને સરકારની સબસિડી યોજના હેઠળ અઢી લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. સરકાર ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ ગાડીઓ માટે 9400 કરોડ રૂપિયાના પેકેજ હેઠળ નવી ઈ કાર ખરીદનારા લોકો માટે અઢી લાખ રૂપિયા સુધીની સબસિડીની જાહેરાત કરી શકે છે. હકીકતમાં કેન્દ્ર સરકાર વધતા પ્રદૂષણને ઓછુ કરવામાં અને ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે જલદી મોટી યોજનાની જાહેરાત કરવાનો પ્લાન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂ વ્હીલર પર 30,000 રૂપિયાની સબસિડી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સરકારની ડીઝલ અને પેટ્રોલથી ચાલનારી કારોને સ્ક્રેપ કરીને ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર સબસિડી આપવાનું પ્લાનિંગ છે. આ રીતે ટૂ-વ્હીલર લેવા પર સબસિડીનો ફાયદો મળશે. જૂની કારોને સ્ક્રેપ કરીને નવી કાર ખરીદવા પર 2.5 લાખ રૂપિયા સુધીની મદદ સરકાર તરફથી આપવામાં આવશે. જ્યારે 1.5 લાખ રૂપિયા સુધીના ટૂ-વ્હીલરની ખરીદી પર 30,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. એવા પણ અહેવાલ છે કે સરકારે આ અંગે એક ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.


બસ માલિકો માટે વધારાની સબસિડીની જોગવાઈ
સરકાર દ્વારા આ પ્લાનમાં કેબ એગ્રીગેટર અને બસ માલિકો માટે વધારાની સબસિડી આપવાની જોગવાઈ છે. ટેક્સી માટે ઈ-કાર ખરીદનારાઓને 15 લાખ રૂપિયા સુધીની કાર પર 1.5 લાખથી લઈને 2.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રી-બીએસ III વાહનોને સ્ક્રેપ કરીને નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવા ઉપર આ છૂટ આપવામાં આવશે. કારને સ્ક્રેપ કરવા પર માન્યતા પ્રાપ્ત સ્ક્રેપિંગ સેન્ટર પાસેથી મળેલુ સર્ટિફિકેટ જ માન્ય હશે.


પાંચ વર્ષમાં 1500 કરોડ રૂપિયા ખર્ચ થશે
ટૂ વ્હીલર અને ફોર વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી આવનારા પાંચ વર્ષોમાં 1500 કરોડ રૂપિયા ખ્ચ કરવાની આશા છે. જેમાંથી 1000 કરોડ રૂપિયાથી ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના છે અને બાકીના ઈલેકટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપવાનો પ્લાન છે. ભારે ઉદ્યોગ વિભાગ તરફથી જારી કરાયેલા એક પ્રસ્તાવ મુજબ મેટ્રો સિટીઝમાં દરેક 9 વર્ગ કિલોમીટર એરિયા પર એક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની યોજના છે.


હાઈવે પર દર 25 કિમી પર હશે ચાર્જિંગ સ્ટેશન
10લાખથી વધુ વસ્તી અને સ્માર્ટ સિટી સાથે જ દિલ્હી-જયપુર હાઈવે દિલ્હી-ચંડીગઢ, ચેન્નાઈ-બેંગ્લુરુ, અને મુંબઈ-પુણે હાઈવે પર પ્રત્યેક 25 કિમી બાદ ચાર્જિંગની સુવિધા મળશે. અત્રે જણાવવાનું કે ફે્બ્રુઆરી 2018માં આયોજિત ઓટો એક્સ્પોમાં કાર નિર્માતા કંપનીઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર વધુ ફોકસ કર્યુ હતું. કાર નિર્માતાઓનું કહેવું છે કે ઈલેક્ટ્રિક વાહનો માટે સરકારે મદદ કરવી જોઈએ.