નવી દિલ્હી: જો તમે નોકરી કરતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નો આ નિર્ણય તમને મોટો આંચકો આપી શકે તેમ છે. ઈપીએફઓના આ ફેસલાથી 5 કરોડ નોકરિયાતોના ખિસ્સા પર અસર પડશે. ઈપીએફઓએ પોતાના ક્ષેત્રીય કાર્યાલયોને ફાઈનાન્શિયલ યર 2017-18 માટે 5 કરોડ અંશધારકોના ખાતામાં 8.55 ટકા વ્યાજ ઉમેરવા જણાવ્યું છે. જે નાણાકીય વર્ષ 2012-13 બાદ સૌથી ઓછુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચારસંહિતાના કારણે ન થઈ લાગુ
ઈપીએફઓ તરફથી 120થી વધુ ક્ષેત્રીય કાર્યાલયોને લખાયેલા પત્ર મુજબ લેબર મિનિસ્ટ્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે 2017-18 માટે અંશધારકોના ભવિષ્ય નિધિ ખાતામાં 8.55 ટકા વ્યાજ આપવાની મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે નાણાકીય મંત્રાલયે છેલ્લા નાણાકીય વર્ષમનાં ઈપીએફ પર 8.55 ટકા વ્યાજ આપવાની મંજૂરી આપી હતી પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે આચારસંહિતા લાગુ હતી, આથી અમલમાં આવી શકી નહીં.


21 ફેબ્રુઆરીએ મળવાની હતી મંજૂરી
શ્રમ મંત્રીની અધ્યક્ષતાવાળા ઈપીએફઓના કેન્દ્રીય ન્યાસી બોર્ડે 21 ફેબ્રુઆરી 2018ના રોજ થયેલી બેઠકમાં 2017-18 માટે 8.55 ટકા વ્યાજ આપવાનો ફેસલો લીધો હતો. મંત્રાલયએ નાણા મંત્રાલયની મંજૂરી માટે આ ભલામણ મોકલી હતી. જો કે નાણા મંત્રાલયની સહમતિથી તેને અમલી બનાવી શકાઈ નહીં. અને ત્યારબાદ 12મી મેના રોજ થનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ થવાથી તેના અમલીકરણમાં વાર લાગી.


પીએફ એકાઉન્ટના આધારે લોન!
આ અગાઉ ઈપીએફઓએ 2016-17 માટે વ્યાજ 8.65 ટકા વ્યાજ આપ્યું હતું જ્યારે વર્ષ 2015-16 માટે તે 8.8 ટકા, 2014-15 અને 2013-14 માટે 8.75 ટકા વ્યાજ હતું. વર્ષ 2012-13માં ઈપીએફઓએ 8.5 ટકા વ્યાજ આપ્યું હતું. આ પહેલા મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે નવા પ્લાન મુજબ પીએફ એકાઉન્ટના આધારે સરળ શરતો પર હોમ લોન, ઓટો લોન અને એજ્યુકેશન લોન મળી શકે છે.


હકીકતમાં સેન્ટ્રલ બોલ્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં પ્રસ્તાવ મળ્યો કે ઈપીએફઓ ફાઈનાન્શિયલ સર્વિસિઝ એન્ટિટી (FSE)ની જેમ કામ કરી શકે છે. બેઠક દરમિયાન ઈપીએફઓને ફાઈનાન્શિયલ સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ મળ્યો હતો. એવી આશા હતી કે જો ઈપીએફઓ આમ કરે તો તેનાથી પીએફ અંશધારકોને વધુ રિટર્ન મળી શકે છે.