નવી દિલ્હી: Petrol Diesel Latest News: પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે એક રાહતના સમાચાર એ આવ્યા છે કે બાઈક્સ અને કારોમાં E20 પેટ્રોલના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. E20 નો અર્થ એ થયો કે એવું પેટ્રોલ કે જેમાં 20 ટકા ઈથેનોલ (Ethanol Blend Petrol) ભેળવેલું હશે. રોડ અને પરિવહન મંત્રાલયે E20 ના ઉપયોગ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

E20 પેટ્રોલનો ઉપયોગ કરવાની મંજૂરી
મંત્રાલય તરફથી કહેવાયું છે કે E20 એક એવું પેટ્રોલ છે, જે વાતાવરણ માટે પણ સારું છે. કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન સામાન્ય પેટ્રોલની સરખામણીએ ખુબ ઓછા નીકળે છે. આ ઈંધણ માટે કાર અને બાઈક મેન્યૂફેક્ચર્સને અલગથી જણાવવાનું રહેશે કે કયું વાહન E20 માટે યોગ છે, આ માટે વાહનમાં એક સ્ટીકર પણ લગાવવાનું રહેશે. 


E20 પેટ્રોલના ફાયદા જ ફાયદા
અત્રે જણાવવાનું કે 2014માં પેટ્રોલમાં 1 ટકાથી પણ ઓછું ઈથેનોલ બ્લેન્ડ કરાતું હતું એટલે કે ભેળવવામાં આવતું હતું. ત્યારબાદ તેને વધારીને 8.5 ટકા કરાયું. હવે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાના અનેક ફાયદા છે. 


1. ઈથેનોલ ભેળવવાનો પહેલો ફાયદો એ છે કે પેટ્રોલિયમ પર ભારતની નિર્ભરતા ઘણી ઓછી થવા લાગશે. હાલ ભારત પોતાની જરૂરિયાતનો 83 ટકા ઓઈલનો જથ્થો આયાત કરે છે. 
2. કાર્બન ડાયોક્સાઈડ (CO2) ઓછો ઉત્પન્ન થશે તો વાતાવરણને પણ નુકસાન ઓછું થશે. 
3. ઈથેનોલનો ઉપયોગ વધવાથી ખેડૂતોને ફાયદો થશે, તેમની આવક વધશે, કારણ કે ઈથેનોલ શેરડી, મકાઈ અને અન્ય કેટલાક પાકમાંથી બનાવવામાં આવે છે. 
4. ખાંડની મિલોને કમાણીનો એક નવો સ્ત્રોત મળશે જેના દ્વારા તેઓ કૃષિની બાકી રકમ ચૂકવી શકશે. 
5 ઈથેનોલ ખુબ સસ્તુ છે આથી ગ્રાહકોને પણ પેટ્રોલના આગ ઝરતા ભાવોમાં થોડી રાહત મળવાની આશા છે. 


2025 સુધીમાં 20 ટકા ઈથનોલ  બ્લેન્ડિંગનું લક્ષ્ય
અત્રે જણાવવાનું કે સરકારે 2030 સુધીમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ હવે તેને પાંચ વર્ષ પહેલા એટલે કે 2025માં જ મેળવી લેવાની યોજના છે. ગત વર્ષ સરકારે 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું હતું. હાલ ઈથેનોલ સપ્લાય વર્ષમાં, જે ઓક્ટોબરમાં શરૂ થાય છે, પેટ્રોલમાં 8.5 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ થાય છે. જેને 2022 સુધીમાં વધારીને 10 ટકા કરાશે. 


સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ 2025 સુધીમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ માટે 1200 કરોડ આલ્કોહોલ/ઈથેનોલની જરૂર પડશે. 700 કરોડ લીટર ઈથેનોલ બનાવવામાં શુગર ઈન્ડસ્ટ્રીએ 60 લાખ ટન સરપ્લસ ખાંડનો ઉપયોગ કરવો પડશે. જ્યારે 500 કરોડ લીટર ઈથેનોલ બીજા પાકમાંથી બનશે. 


Petrol Price: મોંઘુ પેટ્રોલ ડીઝલ ભૂલી જશો હવે...આ 6 પ્રકારના ફ્યૂલ દોડાવશે તમારી ગાડીઓ સટાસટ


PHOTOS: ભારતમાં આ બાઈક ધૂમ મચાવી રહી છે, માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડાવી શકો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube