વધુ એક સરકારી કંપનીમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં મોદી સરકાર
આ કંપની એપ્રિલ 2018મા શેર બજારમાં લિસ્ટ થઈ હતી. સરકાર તેમાં 26 ટકા ભાગીદારી વેચીને આઈપીઓ લાવી હતી અને તેનાથી 438 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
નવી દિલ્હીઃ મોદી સરકાર વધુ એક પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. સંબંધિત અધિકારીઓ પ્રમાણે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડિફેન્સ પીએસયૂ મિશ્રા ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI)મા 10 ટકા ભાગીદારી વેચી શકે છે. આ કંપની એપ્રિલ 2018મા શેર બજારમાં લિસ્ટ થઈ હતી.
438 કરોડ રૂપિયા ભેગા કર્યા
સરકાર તેમાં 26 ટકા ભાગીદારી વેચી IPO લાવી હતી અને તેનાથી 438 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. સંબંધિત અધિકારીઓ પ્રમાણે પાછલા દિવસોમાં સરકારે ડિફેન્સ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 74 ટકા એફડીઆઈની મંજૂરી આપી હતી. તેવામાં મિધાનીના શેર રોકાણકારોને આકર્ષવામાં સફળ થશે.
PM Kisan: કિસાનોના ખાતામાં જલદી આવશે 2,000 રૂપિયાનો આગામી હપ્તો
ડિફેન્સ અને ન્યૂક્લિયર સેક્ટર માટે કામ
મહત્વનું છે કે મિધાની કંપની સ્પેશિયલ સ્ટીલ બનાવે છે જેનો ઉપયોગ ડિફેન્સ, ન્યૂક્લિયર અને સ્પેસ સેક્ટરમાં કરવામાં આવે છે. આ કંપનીમાં સરકાર 10 ટકા ભાગીદારી વેચશે. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ પર તેના શેર 193.50 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.આ કિંમત પર જો સરકાર 10 ટકા ભાગીદારી વેચે તો તેને 360 કરોડ રૂપિયા મળશે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube