નવી દિલ્હી: Edible Oil Prices: ભારતે ખાદ્ય તેલો પર આયાત ડ્યૂટીને ઓછી કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી છે. આ જાણકારી Reuters ને મામલે સંલગ્ન બે અધિકારીઓએ આપી. તેમનું કહેવું છે કે આ નિર્ણય એટલા માટે લેવાયો કારણ કે ગ્લોબલ માર્કેટમાં ખાદ્ય તેલોની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ભારત ઉપર પણ પડશે અને ભાવ ઓછા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાદ્ય તેલો પર ઈમ્પોર્ટ ડ્યૂટી નહીં ઘટે- સૂત્ર
દેશમાં સોયા તેલ, પામ તેલની કિંમતો એક વર્ષમાં બમણી થઈ ચૂકી છે. સરકાર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કાપ કરીને કિંમતોમાં થોડો ઘટાડો થાય તેવી કોશિશ કરી રહી હતી. આ મામલે જાણકારી રાખતા એક સરકારી અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે 'અમે હાલ આયાત ડ્યૂટીમાં કાપ કરી રહ્યા નથી, આપણે તેનો એક લાંબા ગાળાનો ઉકેલ શોધવો પડશે. ડ્યૂટીમાં કાપ સ્થાયી સમાધાન નથી.'


ગ્લોબલ માર્કેટમાં તૂટી રહ્યા છે ભાવ?
એક અન્ય અધિકારીએ પણ નામ ન છાપવાની શરતે કહ્યું કે ઈમ્પોર્ટ ડ્યૂટીના સ્ટ્રેક્ચરમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવાયો છે કારણ કે ગ્લોબલ માર્કટેમાં ભાવ ઘટી રહ્યા છે અને ઘરેલુ માર્કેટમાં પણ ભાવ ઘટવાના શરૂ થઈ ચૂક્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ આપણે ગ્લોબલ માર્કેટમાં કિંમતો અને સપ્લાય પર નજર રાખવાની છે. જો હાલાત એવા બનશે અમે ખેડૂતો અને લોકોના હિતોની રક્ષા માટે ડ્યૂટીમાં ફેરફારનો પ્રસ્તાવ ફરીથી લઈને આવીશું. 


PM મોદીએ શરૂ કર્યું વધુ એક મહાઅભિયાન, કોરોનાની ત્રીજી લહેર સામે લડશે એક લાખ વોરિયર્સ


ભાવ હજુ પણ ગત વર્ષ કરતા બમણા
જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાદ્ય તેલના ભાવ 20 ટકા જેટલા ઘટ્યા છે પરંતુ આમ છતાં તેલના ભાવમાં એક વર્ષની સરખામણીમાં બમણા છે. જો ભાવ લાંબા સમય સુધી વધતા રહ્યા તો ઘરેલુ માંગમાં કમી આવવાની આશંકા છે. ડીલરોનું કહેવું છે કે ગત મહિનાઓમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન પ્રતિબંધોના પગલે હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરી જેવા જથ્થાબંધ ખરીદારોની માગણી પહેલેથી ઓછી થઈ ગઈ હતી. 


Smriti Irani નું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈ લોકો મોઢામાં આંગળા નાખી ગયા, આ PICS માં તમે ઓળખી પણ નહીં શકો


ભારત ખાદ્ય તેલોનું મોટો આયાતકાર દેશ
જ્યારે ભારતે ખાદ્ય તેલની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કરવાનું નક્કી કર્યું તો મલેશિયામાં બેંચમાર્ક પામ તેલની કિંમતો ગત એક મહિનામાં લગભગ એક ચતુર્થાંશ ઓછી થઈ. જેનાથી ઈમ્પોર્ટ કરનારા દેશોને રાહત મળી. ભારત પોતાની ખાદ્ય તેલની જરૂરિયાતોનો લગભગ બે તૃતિયાંશ જથ્થો આયાત કરે છે. ભારત પામ તેલ આયાત પર 32.5% ડ્યૂટી લગાવે છે. જ્યારે કાચા સોયાબીન અને સોયા તેલ પર 35% ઈમ્પોર્ટ ડ્યૂટી છે. ભારત ઈન્ડોનેશિયા અને મલેશિયાથી પામ ઓઈલ ખરીદે છે અને સોયા તેલ તથા સનફ્લાવર તેલ આર્જેન્ટિના, બ્રાઝિલ, યુક્રેન, અને રશિયાથી આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube