બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી હટાવો, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
એક માર્કેટ સ્ટડી પ્રમાણે વર્તમાનમાં ભારતીય એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક બજારની સાઇઝ 4.7 બિલિયન ડોલર છે અને વર્ષ 2028 સુધી 5.71 ટકા કમ્પાઉન્ડેડ એનુઅલ ગ્રોથ રેટ (CAGR) થી વધવાની આશા છે.
નવી દિલ્હીઃ Bournvita Healthy drink news: કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. આ સંબંધમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન પ્રમાણે દરેક ઈ-કોમર્સ વેબસાઇટ્સે પોતાના પ્લેટફોર્મ પર બોર્નવિટા સહિત તમામ પીણા પદાર્થોને હેલ્ધી ડ્રિંક કેટેગરીથી બહાર રાખવાનું કહ્યું છે.
શું છે નોટિફિકેશનમાં
મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું- રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ, બાળ અદિકાર સંરક્ષણ પંચ (સીપીસીઆર) અધિનિયમ 2005ની કલમ (3) હેઠળ એક પંચે તપાસ કરી. આ તપાસમાં સામે આવ્યું કે તે હેલ્ધી ડ્રિંકની વ્યાખ્યાને અનુરૂપ નથી.
નોંધનીય છે કે હેલ્ધી ડ્રિંકને ખાદ્ય સુરક્ષા સિસ્ટમ (એફએસએસ) અધિનિયમ 2006 હેઠળ પરિભાષિત કરવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે બધી ઈ-કોમર્સ કંપનીઓ/પોર્ટલોને સલાહ આપવામાં આવે છે કે તે પોતાની સાઇટ/પ્લેટફોર્મ્સમાંથી બોર્નવિટા સહિત ડ્રિંક પદાર્થોને હેલ્ધી ડ્રિંકની શ્રેણીમાંથી હટાવી દે.
આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, DAમાં વધારા બાદ HRAનો વારો
શું છે કારણ
આ મહિનાની શરૂઆતમાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ ઓથોરિટીએ દરેક ઈ-કોમર્સ કંપનીઓને ડેરી-આધારિત, અનાજ-આધારિત કે માલ્ટ-આધારિત ડ્રિંક પદાર્થોને હેલ્ધી ડ્રિંક કે એનર્જી ડ્રિંકના રૂપમાં લેબલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આવું એટલા માટે કારણ કે હેલ્ધી ડ્રિંક શબ્દને દેશના ખાદ્ય કાયદામાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી.
ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા જેવું
એફએસએસએઆઈએ ઈ-કોમર્સ સાઇટોને કહ્યું કે ખોટા શબ્દનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોદી શકે છે. તેથી તેણે પોતાના બધા ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (એફબીઓ) ને આવા પેય પદાર્થને હેલ્થ ડ્રિંક્સ/એનર્જી ડ્રિંક્સની શ્રેણીમાંથી હટાવી કે અલગ કરી સુધાર કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ 1 રૂપિયા પર પહોંચી ગયો હતો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 2300% ની આવી તોફાની તેજી