Goyal Salt IPO Listing: શેર બજારમાં એવી કેટલીક કંપની હોય છે, જે ટૂંકાગાળામાં ખુબ  સારૂ રિટર્ન આપતી હોયછે. પરંતુ તાજેતરમાં આવેલા એક આઈપીઓએ કમાલ કરી દીધો છે. આ આઈપીઓનું નામ ગોયલ સોલ્ટ છે. ગોયલ સોલ્ટના લિસ્ટિંગ વિશે જેણે સાંભળ્યું, તેને થયું કે મેં પણ પૈસા લગાવી દીધા હોત તો,. કારણ કે આ નાની કંપનીએ શેર બજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોયલ સોલ્ટ આઈપીઓનું લિસ્ટિંગ 10 ઓક્ટોબરે થયું હતું. કંપનીના શેરનું લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઇઝથી 242 ટકા વધુ રહી એટલે કે એક ઝટકામાં લોકોના પૈસા અઢી ગણા થઈ ગયા હતા. 


ગોયલ સોલ્ટના આઈપીઓના શેરની ઈશ્યૂ પ્રાઇઝ 38 રૂપિયા હતી, જ્યારે માર્કેટમાં તેનું લિસ્ટિંગ 130 રૂપિયા પ્રતિ શેર પર થયું હતું. એટલું જ નહીં લિસ્ટિંગ બાદ ગોયલ સોલ્ટના શેરમાં 5 ટકાની સર્કિટ લાગી ગઈ હતી. બજાર બંધ થવા પર ગોયલ સોલ્ટનો શેર 136.50 રૂપિયા પર બંધ થયો હતો. 


આ પણ વાંચોઃ તમે રૂ. 1 લાખની કિંમતના MRF શેર માત્ર રૂ. 25,000માં ખરીદી શકશો, જાણી લો કેવી રીતે


18.63 કરોડ રૂપિયાનો ગોયલ સોલ્ટનો આઈપીઓ 377.97 ગણો સબ્સક્રાઇબ થયો હતો. આઈપીઓના એક લોટમાં 3000 શેર હતા, તેથી ઈન્વેસ્ટરોને એક લોટ ખરીદવા માટે 1,14,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. પરંતુ લિસ્ટિંગના દિવસે તેની કિંમત વધી 4 લાખ રૂપિયા થઈ ગઈ હતી. 


ગોયલ સોલ્ટ ભોજનમાં ઉપયોગ થનાર નમકની સાથે-સાથે ઉદ્યોગોમાં ઉપયોગ થનાર નમક બનાવે છે. કંપની રાજસ્થાનમાં તળાવમાંથી નમકીન પાણી કાઢે છે અને પછી તેને રિફાઇન કરે છે. 


કંપની આઈપીઓથી મળેલી રકમને પોતાની બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વર્કિંગ કેપિટલ સાથે જોડાયેલી જરૂરીયાતોને પૂરી કરશે. આ સિવાય બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ બજારની તેજીમાં રોકેટ બની ગયો આ શેર ! એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, ₹160નો છે ટાર્ગેટ


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારના રોકાણમાં જોખમ હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube