નવી દિલ્હીઃ હોસ્પિટલ ચલાવનારી કોલકત્તાની કંપની જીપીટી હેલ્થકેર (GPT Healthcare)પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. તેનો આઈપીઓ ગુરૂવાર 22 ફેબ્રુઆરીએ ઓપન થશે. તેમાં ઈન્વેસ્ટર 26 ફેબ્રુઆરી 2024 સુધી બોલી લગાવી શકશે. આઈએલએસ હોસ્પિટલ બ્રાન્ડ હેઠળ મધ્યમ આકારની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોનું સંચાલન અને મેનેજમેન્ટ કરનારી આ કંપનીએ પોતાના 10 રૂપિયા ફેસ વેલ્યૂવાળા શેરની પ્રાઇઝ બેન્ડ 177થી 186 રૂપિયા નક્કી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા શેરનો છે લોટ
જીપીટી હેલ્થકેરના આઈપીઓમાં દાવ લગાવવા માટે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 80 ઈક્વિટી શેર પર બોલી લગાવવી પડશે. એક રિટેલ ઈન્વેસ્ટરે અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે એક લોટ માટે ઓછામાં ઓછા 14880 રૂપિયાનું રોકાણ કરવું પડશે.


શું છે કંપનીની યોજના
કંપની આ આઈપીઓ દ્વારા 26.08 મિલિયન ઈક્વિટી શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરશે. આ સિવાય 40 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. ડીઆરએચપી અનુસાર ફ્રેશ ઈશ્યૂ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમમાંથી 30 કરોડ રૂપિયાનો ઉપયોગ જૂની લોન ચુકવવા તથા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ 1 રૂપિયાના સ્ટોકે ચમકાવી દીધું ઈન્વેસ્ટરોનું ભાગ્ય, 1 લાખના બનાવી દીધા 3.81 કરોડ


શું કરે છે કંપની
જીપીટી હેલ્થકેરની સ્થાપના દ્વારિકા પ્રસાદ ટાંટિયા, ડો. ઓમ ટાંટિયા અને ગોપાલ ટાંટિયાએ કરી છે. વર્ષ 2000માં તેની શરૂઆત કોલકત્તાના સાલ્ટ લેક વિસ્તારમાં માત્ર 8 બેડની હોસ્પિટલથી થઈ હતી. આજે તે 561 બેડની ચાર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોનું સંચાલન કરે છે. તેની હોસ્પિટલમાં ઈન્ટરનલ મેડિસિન, ડાયાબિટોલોજી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, આર્થોપેડિક્સ અને પોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી સર્વિસ મળી રહી છે. ડો. ઓમ ટાંટિયા પાસે સર્જનના રૂપમાં 4 દાયકાથી વધુનો અનુભવ છે અને તે લેપ્રોસ્કોપિક સર્જરીના ક્ષેત્રમાં નિષ્ણાંત છે. તે એસોસિએશન ઓફ મિનિમલ એક્સેસ સર્જન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રહ્યાં છે અને તેમના નામે ઘણા સન્માન છે. 


શું છે બેલેન્સ શીટ
નાણાકીય વર્ષ 2023માં આ કંપનીની કુલ આવક 7.3% વધી 3610.37 મિલિયન રૂપિયાથી થઈ ગઈ, જે નાણાકીય વર્ષ 2022માં ₹ 3374.15 મિલિયન હતી. આ વધારો મુખ્ય રૂપથી હોસ્પિટલ સેવાઓથી આવકમાં વૃદ્ધિ થઈ હતી. 30 સપ્ટેમ્બર 2023ના સપ્તાહ છ મહિના માટે ઓપરેશનથી રેવેન્યૂ ₹ 2,041.76 મિલિયન અને શુદ્ધ લાભ ₹ 234.85 મિલિયન રહ્યો હતો.