Gratuity: જો 7 વર્ષ કરી નોકરી, પગાર 35000 રૂપિયા હોય તો ગ્રેચ્યુટીમાં મળશે 1,41,346, ચેક કરો કેલકુલેશન
Gratuity Calculation: ગ્રેચ્યુટી માટે કર્મચારીએ એક કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ નોકરી કરવી ફરજીતાય છે. તેનાથી ઓછો સમય નોકરી કરવાની સ્થિતિમાં કર્મચારી ગ્રેચ્યુટીની પાત્રતા ધરાવતો નથી.
Gratuity Calculation: ગ્રેચ્યુટીને લઈને તાજેતરમાં સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ નિયમ ગ્રેચ્યુટી પર લાગનાર ટેક્સને લઈને છે. 20 લાક રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેચ્યુટી લિમિટને હવે 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ તે રકમ હોય છે, જે કર્મચારીને સંસ્થા કે એમ્પ્લોયર તરફથી મળે છે. એમ્પ્લોયરની પાસે કર્મચારીએ ઓછામાં ઓછી 5 વર્ષ નોકરી કરવી જરૂરી છે. સામાન્ય રીતે આ રકમ ત્યારે આવે છે જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે છે કે પછી તે નિવૃત્ત થાય છે. કોઈ કારણે કર્મચારીનું મોત થવા કે દુર્ઘટનાને કારણે નોકરી છોડવાની સ્થિતિમાં તેને કે તેના નોમિનીને ગ્રેચ્યુટીની રકમ મળે છે.
શું છે ગ્રેચ્યુટીની એલિઝિબિલિટી?
ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ 1972ના નિયમો પ્રમાણે ગ્રેચ્યુટીની રકમ વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધી હોય છે. ગ્રેચ્યુટી માટે કર્મચારીએ એક કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ નોકરી કરવી ફરજીયાત છે. તેનાથી ઓછા સમય માટે નોકરીની સ્થિતિમાં કર્મચારી ગ્રેચ્યુટીની પાત્રતા રાખતો નથી. 4 વર્ષ અને 11 મહિનામાં નોકરી છોડવા પર પણ ગ્રેચ્યુટી મળતી નથી. પરંતુ અચાનક કર્મચારીના મોત કે દુર્ઘટના થવા પર નોકરી છોડવાની સ્થિતિમાં આ નિયમ લાગૂ થતો નથી.
નોંધનીય છે કે ગ્રેચ્યુટી કંપની તરફથી પોતાના કર્મચારીઓને આપવામાં આવે છે. તે માટે સતત પાંચ વર્ષ એક કંપનીમાં કામ કરવું જરૂરી હોય છે. પરંતુ મૃત્યુ કે અક્ષમ થવા પર ગ્રેચ્યુએટ અમાઉન્ટ આપવા માટે પાંચ વર્ષ નોકરી પૂરી થવી જરૂરી નથી. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે.
આ પણ વાંચોઃ DA Hike: માર્ચના પગારમાં આવશે 2 મહિનાનું DA એરિયર, સાથે આ ભથ્થામાં થઈ જશે વધારો
કઈ રીતે થાય છે ગણતરી?
કુલ ગ્રેચ્યુટીની રકમ = (અંતિમ પગાર) x (15/26) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું.) ઉદાહરણથી સમજો.
માની લો કે તમે 7 વર્ષ એક કંપનીમાં કામ કર્યું. તમારો અંતિમ પગાર 35000 રૂપિયા (બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થું ગણીને) છે તો ગણતરી આ પ્રકારે થશે- (35000) x (15/26) x (7)= 1,41,346 રૂપિયા. એટલે કે તમને 1,41,346 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.
કેલકુકેશનમાં શું છે 15/26નો મતલબ?
એક વર્ષમાં 15 દિવસના આધાર પર ગ્રેચ્યુટીની ગણતરી થાય છે. તો મહિનામાં 26 દિવસ ગણવામાં આવે છે, કારણ કે માનવામાં આવે છે કે 4 દિવસ રજા હોય છે. ગ્રેચ્યુટી ગણતરીની એક મહત્વની વાત છે કે તેમાં કોઈ કર્મચારી છ મહિનાથી વધુ કામ કરે છે તો તેની ગણતરી એક વર્ષ તરીકે કરવામાં આવશે. જો કોઈ કર્મચારી 7 વર્ષ 7 મહિના કામ કરે છે તો તેને 8 વર્ષ ગણી લેવામાં આવશે અને આ આધાર પર ગ્રેચ્યુટીની રકમ બનશે. તો જો કોઈ 7 વર્ષ 3 મહિના કામ કરે છે તો તેને 7 વર્ષ ગણવામાં આવશે.
બે કેટેગરીમાં નક્કી થાય છે Gratuity
ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ 1972 (Gratuity payment act) માં કર્મચારીને મળનાર ગ્રેચ્યુટીની રકમની ફોર્મ્યુલા નક્કી કરવા માટે કર્મચારીઓને બે કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરીમાં તે કર્મચારી આવે છે, જે આ કાયદા હેઠળ આવે છે. તો બીજામાં એક્ટની બહારના કર્મચારી આવે છે. ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરનાર બંને પ્રકારના કર્મચારી આ બે કેટેગરીમાં કવર થાય છે.
આ પણ વાંચોઃ 23 પૈસાથી 10 રૂપિયાને પાર થયો આ શેર, 4 વર્ષમાં 1 લાખના બની ગયા 44 લાખ
કેટેગરી 1-
તે કર્મચારી જે ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ 1972 હેઠળ આવે છે.
કેટેગરી 2-
તે કર્મચારી જે ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ 1972ના દાયરામાં આવતા નથી.
ગ્રેચ્યુટીની રકમની ગણતરી કરવાની ફોર્મ્યુલા (એક્ટમાં આવનાર કર્મચારીઓ માટે
અંતિમ વેતન x નોકરીનો સમય x15/26