Gratuity Calculation: સરકારે હાલમાં જ ગ્રેચ્યુઈટીને લઈને નિયમ બદલ્યો છે. જો કે આ નિયમ ગ્રેચ્યુઈટી (Gratuity) પર લાગતા ટેક્સ (Tax) અંગે છે. 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી (Tax Free) ગ્રેચ્યુઈટીની લિમિટને હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે ગ્રેચ્યુઈટી એ એવી રકમ છે જે કર્મચારીને સંસ્થા કે એમ્પ્લોયર તરફથી મળે છે. કર્મચારી જે કંપની કે સંસ્થામાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી નોકરી કરે તે જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોમિનીને ગ્રેચ્યુઈટીની રકમ મળે છે


કોઈ  કર્મચારી નોકરી છોડે કે નિવૃત થાય ત્યારે સામાન્ય રીતે ગ્રેચ્યુઈટી (Gratuity) આપવામાં આવે છે. કોઈ કારણસર કર્મચારીનું મોત થાય કે દુર્ઘટનાના કારણે તેણે નોકરી (job) છોડવી પડે તો તે સ્થિતિમાં પણ તેને કે તેના નોમિનીને ગ્રેચ્યુઈટીની રકમ મળે છે. 


ગ્રેચ્યુઈટી માટે યોગ્યતા
ગ્રેચ્યુઈટી (Gratuity) પેમેન્ટ એક્ટ 1972ના નિયમ મુજબ ગ્રેચ્યુઈટી (Gratuity Rules) ની રકમ વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. ગ્રેચ્યુઈટી (Gratuity) માટે કર્મચારીએ એક જ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી નોકરી (job) કરી હોય તે જરૂરી છે. તેનાથી ઓછા સમય સુધી કરાયેલી નોકરીની સ્થિતિમાં કર્મચારી ગ્રેચ્યુઈટી  (Gratuity) માટે યોગ્યતા ધરાવતો નથી. 4 વર્ષ 11 મહિનામાં નોકરી છોડે તો પણ ગ્રેચ્યુઈટી (Gratuity) મળતી નથી. જો કે અચાનક કર્મચારીનું મોત કે દુર્ઘટના ઘટે અને નોકરી છોડવાની સ્થિતિમાં આ નિયમ લાગૂ થતો નથી. 


બે કેટેગરીમાં નક્કી થાય છે ગ્રેચ્યુઈટી
ગ્રેચ્યુઈટી (Gratuity)  પેમેન્ટ એક્ટ 1972માં કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટી (Gratuity)  ની રકમનો ફોર્મ્યૂલા નક્કી કરવા માટે કર્મચારીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી કેટેગરીમાં એ કર્મચારીઓ આવે છે જે આ એક્ટના દાયરામાં આવે છે, જ્યારે બીજામાં એક્ટથી બહાર રહેનારા કર્મચારીઓ આવે છે. ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોમાં કામ કરનારા બંને પ્રકારના કર્મચારીઓ આ બે કેટેગરીમાં કવર થઈ જાય છે. 


કેટેગરી 1
એવા કર્મચારીઓ જેમનો ગ્રેચ્યુઈટી (Gratuity)  પેમેન્ટ એક્ટ 1972  હેઠળ સમાવેશ થતો હોય. 


કેટેગરી 2
એવા કર્મચારીઓ જેમનો ગ્રેચ્યુઈટી (Gratuity) પેમેન્ટ એક્ટ 1972 અંતર્ગત સમાવેશ થતો ન હોય. 


ગ્રેચ્યુઈટીની રકમ જાણવાનો ફોર્મ્યૂલા (એક્ટમાં આવતા કર્મચારીઓ માટે માટે)
અંતિમ પગાર x નોકરીનો સમયગાળો x15/26


કેવી રીતે થાય ગણતરી
કુલ ગ્રેચ્યુઈટીની રકમ = (અંતિમ પગાર) x (15/26) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું) આ ફોર્મ્યૂલાને આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. 


માની લો કે ત મે 7 વર્ષ એક જ કંપનીમાં કામ કર્યું. તમારો છેલ્લો પગર 35000 રૂપિયા (બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું મળીને) છે તો ગણતરી કઈક આ પ્રમાણે હશે- 
(35000) x (15/26) x (7)= 1,41,346 રૂપિયા એટલે કે તમને 1,41,346 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. 


ગણતરીમાં શું છે 15/26 નો અર્થ?
એક વર્ષમાં 15 દિવસના આધાર પર ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે. જ્યારે મહિનામાં 26 દિવસ જ કાઉન્ટ થાય છે. કારણકે એવું માનવામાં આવે છે કે 4 દિવસ રજા હોય છે. ગ્રેચ્યુઈટી ગણતરીની એક મહત્વની વાત એ પણ છે કે તેમાં કોઈ કર્મચારી 6 મહિનાથી વધુ કામ કરે તો તેની ગણતરી એક વર્ષ તરીકે કરવામાં આવશે. જો કોઈ કર્મચારી 7 વર્ષ 7 મહિના કામ કરે તો તેને 8 વર્ષ ગણવામાં આવશે. જેના આધારે ગ્રેચ્યુઈટી (Gratuity)  ની રકમ બનશે. જો 7 વર્ષ 3 મહિના કામ કરે તો તેને 7 વર્ષ જ ગણવામાં આવશે.