Gratuity Calculation Formula: ગ્રેચ્યુઈટી પેમેન્ટ એક્ટ 1972ના નિયમો (Gratuity Act 1972) મુજબ જો તમે કોઈ કંપનીમાં સતત 5 વર્ષની નોકરી પૂરી કરી હોય તો તમે તે કંપનીમાંથી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બની જાઓ છો. જો કે આ કાયદાના દાયરામાં એ કંપનીઓ આવે છે જેમાં 10 કે તેનાથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેચ્યુઈટીની રકમ એ રકમ છે જે કોઈ કંપની દ્વારા તેના કર્મચારીઓને લાંબા સમય સુધી તેમની સારી સેવાના ઈનામ રૂપે આપવામાં આવે છે. સામાન્ય રીતે આ રકમ નોકરી છોડવા પર કે રિટાયરમેન્ટના સમયે આપવામાં આવે છે. જો તમે પણ કોઈ કંપનીમાં 5, 7 કે 10 વર્ષ સુધી સતત નોકરી કરી હોય તો તમે કેટલી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર હશો? તે જાણવા માટે આ રહ્યો  Gratuity Calculation Formula.. 


આ ફોર્મ્યૂલાથી થાય છે ગ્રેચ્યુઈટીની ગણતરી
ગ્રેચ્યુઈટીની ગણતરી કરવા માટે એક ફોર્મ્યૂલા છે. (છેલ્લો પગાર) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું) x (15/26). છેલ્લો પગાર એટલે કે તમે છેલ્લા 10 મહિનામાં જે પગાર મેળવ્યો તેની સરેરાશ સાથે છે. આ પગારમાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને કમિશનને સામેલ કરવામાં આવે છે. મહિનામાં રવિવારના 4 દિવસ વીક ઓફ હોવાના કારણે 26 દિવસ ગણવામાં આવે છે અને 15 દિવસના આધારે ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે. 


ગણતરીની રીત સમજો
માની લો કે તમે કોઈ કંપનીમાં 5 વર્ષ કામ કર્યું છે અને તમારો છેલ્લો પગાર 35000 રૂપિયા હતો તો ફોર્મ્યૂલા પ્રમાણે  (35000) x (5) x (15/26) = 1,00,961 રૂપિયા તમારી ગ્રેચ્યુઈટીની રકમ થાય. એ જ રીતે તમે કોઈ કંપનીમાં 7 વર્ષ કામ કર્યું અને છેલ્લો પગાર 50,000 રૂપિયા હતો તો ગણતરીનો ફોર્મ્યૂલા... (50000) x (7) x (15/26) = 2,01,923 રૂપિયા ગ્રેચ્યુઈટી મળશે. જો તમે કંપનીમાં સતત 10 વર્ષ સુધી કામ કર્યું હશે અને તમારો છેલ્લો પગાર 75,000 રૂપિયા હશે તો આવામાં ફોર્મ્યૂલા પ્રમાણે ગણતરી કરશો તો (75000) x (10) x (15/26) = 4,32,692 રૂપિયા તમને ગ્રેચ્યુઈટી તરીકે મળશે. એ જ રીતે તમે તમારા છેલ્લા પગાર અને કામના વર્ષ મુજબ ગ્રેચ્યુઈટીની રકમની ગણતરી કરી શકો છો. 


આ સ્થિતિમાં અલગ હોય છે ગણતરી
જ્યારે કંપની કે સંસ્થાન ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ રજિસ્ટર્ડ ન હોય તો કર્મચારીઓ ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ આવતા નથી. પરંતુ આવી સ્થિતિમાં જો કંપની ઈચ્છે તો કર્મચારીને ગ્રેચ્યુઈટી આપી શકે છે, પરંતુ આવામાં ગ્રેચ્યુઈટી નક્કી કરવાનો ફોર્મ્યૂલા અલગ રહે છે. આવામાં ગ્રેચ્યુઈટીની રકમ, દર વર્ષ માટે અડધા મહિનાના પગાર બરાબર રહેશે. પરંતુ મહિનો કામ કરવાના દિવસોની સંખ્યા 30 દિવસ ગણાશે, 26 નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube