ઝી બ્યૂરો, અમદાવાદઃ નોકરી બદલવા પર જે રીતે EPF એકાઉન્ટ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર થઈ જાય છે. તે જ રીતે હવે તમારી ગ્રેચ્યુટી(GRATUITY)ની રકમ પણ નોકરી બદલવા પર ટ્રાન્સફર થઈ જશે. કેન્દ્ર સરકાર સેલરિડ ક્લાસ માટે જલદીથી નવો નિયમ લઈને આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેચ્યુટી પણ ટ્રાન્સફર કરી શકાશે
ગ્રેચ્યુટી ટ્રાન્સફર કરવા માટે કેન્દ્ર સરકાર, કર્મચારી સંઘ અને ઉદ્યોગ વચ્ચે હાલના ગ્રેચ્યુઇટી સ્ટ્રક્ચરને બદલવા માટે સમજૂતી કરવામાં આવી છે. ગ્રેચ્યુટી ટ્રાન્સફરને હવે સોશિયલ સિક્યોરિટી કોડ(SOCIAL SECURITY CODE)થી સંબંધિત નિયમોમાં શામેલ કરવામાં આવશે. મનીકોન્ટ્રોલ(MONEY CONTROL)માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, સરકાર-સંઘ અને ઉદ્યોગ વચ્ચે હાલની ગ્રેચ્યુટી બંધારણમાં ફેરફાર કરવા સંમત થયા છે અને તેને સોશિયલ સિક્યોરિટી કોડથી લગતા નિયમોમાં સામેલ કરવામાં આવ્યા છે. મનીકોન્ટ્રોલ(MONEY CONTROL) મુજબ હવે પ્રોવિડેન્ટ ફંડની જેમ ગ્રેચ્યુટી ટ્રાન્સફર માટે વિકલ્પ મળશે. ઉદ્યોગ-યુનિયન ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર સંમત થયા પછી નોકરી બદલવા પર પીએફની જેમ ગ્રેચ્યુઇટી પણ ટ્રાન્સફર થશે. પીએફની જેમ માસિક ગ્રેચ્યુટી કોન્ટ્રીબ્યુશન પર પણ સંમતિ થઈ છે.


કાર્યકારી દિવસ વધારવા માટે તૈયાર નથી
મનીકોન્ટ્રોલ(MONEY CONTROL)માં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે આ કરાર શ્રમ મંત્રાલય-સંઘ-ઉદ્યોગની બેઠકમાં સંમતિ થઈ છે. ગ્રેચ્યુટીને CTCનો મહત્વનો ભાગ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ જોગવાઈને સોશિયલ સિક્યોરિટી કોડના નિયમમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે અંતિમ સૂચના આવતા મહિને આવી શકે છે. જો કે ગ્રેચ્યુટી માટે કાર્યકારી દિવસ વધારવા માટે ઉદ્યોગ સંમત નથી. એટલે કે ઉદ્યોગ દ્વારા ગ્રેચ્યુટી માટે કાર્યકારી દિવસ 15 દિવસથી 30 દિવસ કરવાના પ્રસ્તાવ પર સંમત નથી.


પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત, એક કર્મચારી કે જે કંપનીમાં ઘણા વર્ષોથી સતત કામ કરે છે, તેને ગ્રેચ્યુઇટી પેમેન્ટ (GRATUITY PAYMENT) કહે છે. તેનો થોડો ભાગ કર્મચારી(EMPLOYEE)ના પગારમાંથી કાપવામાં આવે છે, પરંતુ કંપની ગ્રેચ્યુટીનો મોટો ભાગ તેના તરફથી આપે છે. ગ્રેચ્યુટીની રકમ બે વાત પર આધારિત છે. પ્રથમ તો કે કર્મચારીએ કેટલા વર્ષો સુધી કામ કર્યું છે, બીજું કે છેલ્લો પગાર અને તેના છેલ્લા પગારમાં મોંઘવારી ભથ્થો કેટલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube