કેતન જોશી, અમદાવાદ: લગ્ન પ્રસંગમાં ગત થોડા વર્ષોથી વર અને કન્યાના ડ્રેસ અને પરિવારના ડિઝાઇનર કપડાંને ભાડે લેવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. તેનાથી વધુ ખર્ચ પણ થયો નથી અને તે પૈસા બીજી જગ્યાએ ઉપયોગમાં લઇ શકાય છે. આખરે આ ટ્રેંડની પાછળ લોકોની વિચારસણની ખૂબ રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરરાજાનો તર્ક
અમદાવાદમાં ડ્રેસ ભાડે આપનાર દુકાનમાં પ્રતીક સતીશચંદ્વ નામના એક ગ્રાહકે જણાવ્યું કે જે પૈસા નવા કપડાં સિવડાવવામાં ખર્ચ થાય છે તે પૈસાથી જો કપડાં ભાડેથી લાવવામાં આવે તો બચત થાય છે. બચતના પૈસાને હનીમૂન પર ખર્ચ કરવામાં આવે તો આ વધુ અર્થપૂર્ણ અને ઉપયોગ રહેશે. તેમના લગ્ન 14 ડિસેમ્બરે છે. તેમનું કહેવું છે કે જે શેરવાની મારે 25,000 માં ખરીદવી પડે, જો તે 4,000 રૂપિયામાં મળી જાય તો તેના પર વધુ પૈસા ખર્ચ કરવા યોગ્ય નથી એટલા માટે ભાડે પર લઇ રહ્યો છું. 

HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા


મોટાભાગે બીજી વખત પહેરતા નથી લોકો
મોટાભાગે જોઇએ તો લગ્નમાં વરરાજા અને કન્યા પરંપરાગત ડ્રેસ પહેરે છે જે સામાન્ય રીતે રૂટિન દિવસોમાં પહેરવામાં આવતા નથી. આ ઉપરાંત બીજાના લગ્નમાં પણ આ પ્રકારના ડિઝાઇન કરેલા મોંઘા ડ્રેસ કોઇ પહેરતું નથી. આજ સુધીનો અનુભવ કહે છે કે વર અને કન્યા પોતાના લગ્નમાં જે ડિઝાઇનર કપડાં પહેરે છે તે ભાગ્યે જ બીજી વખત પહેરે છે. આજે કોઇ નવી શેરવાની અને લગ્નનો સેટ બજારમાં બનાવડાવે તો ઓછામાં ઓછા 7000 રૂપિયાથી માંડીને 30,000 રૂપિયા સુધી ખર્ચ થાય છે. કન્યાના ડ્રેસ પણ એટલા જ મોંઘા મળે છે તો પછી ફક્ત બે હજારથી માંડીને 6000 સુધી આપીને કોઇ ડ્રેસ ભાડે કેમ ન લઇ લે.  

ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા


આ બધુ ભાડે મળે છે
વરરાજા માટે શેરવાની, સૂટ, સાફો, માળા, દુપટ્ટો અને મોજડી સુધીનો સામાન ભાડે મળે છે. જ્યારે નવવધૂ માટે ચણિયા ચોળી, લેંઘો, માળા, ઓર્નામેંટ સહિત આખો ડ્રેસ ભાડે મળી જાય છે. અમદાવાદમાં 300થી વધુ દુકાનો અને નવવધૂ માટે અઢીસો થી વધુ બુટિક છે જે વરરાજા અને કન્યા માટે શૃંગાર ભાડે આપે છે. એક દુકાન પર વર્ષે 1000 વરરાજા અથવા નવવધૂ ડ્રેસ ભાડે લેવા માટે આવે છે અને આખા ગુજરાત સહિત દેશભરમાં આવો ટ્રેંડ ચાલી રહ્યો છે. 


ભાડે ડ્રેસ લેનારાઓની સંખ્યા વધી
અમદાવાદમાં આ ડ્રેસને ભાડે આપવાનાર દુકાનદારનું કહેવું છે કે એવું નથી કે ફક્ત ઓછી આવકવાળા લોકો જ પૈસા બચાવવા માટે લગ્નના ડ્રેસ ભાડે લઇ જાય છે પરંતુ મધ્યમ વર્ગ અને શિક્ષિત લોકો પણ વધુ ખર્ચ કરતા નથી બચેલા પૈસા બીજી જગ્યાએ ઉપયોગ કરવા માંગે છે, તે પણ ડ્રેસ ભાડે લઇ રહ્યા છે. આ વર્ષે તો ભાડે ડ્રેસ લેનારાઓની ટકાવારી 30% ટકા વધી ગઇ છે જે દર વર્ષે 15% રહે છે.