અમદાવાદ: આગામી દિવસોમાં તહેવારોની ભારમાળ શરુ થઈ રહી છે ત્યારે આવા સમયે છેલ્લા બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સિંગતેલના 10 કિલોના ડબ્બામાં રૂ.70નો વધારો ઝીંકી દેવાયો છે. કપાસિયા તેલમાં પણ કાચામાલની અછતના પગલે વોશ મોંધુ થતાં છેલ્લા ચાર દિવસમાં રૂ.40નો વધારો નોંધાયો છે. તેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે. હાલમાં મગફળીના માલ પર પક્કડ વધતાં બજારમાં માલ મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વભરમાં વસતા પાટીદારો માટે આનંદના સમાચાર, સરકારે મંજૂર કરી રૂ.8.63 કરોડની યોજના


બે દિવસમાં જ સિંગતેલનો લેબલનો ભાવ રૂ.1520થી વધીને 1540 થયો છે. સિંગતેલના નવા ટીનનો ભાવ રૂ.1570થી વધીને 1590 થયો છે. જ્યારે સિંગતેલના 15 લીટરના ટીનનો ભાવ રૂ.1490 પર પહોંચ્યો છે. કપાસિયા તેલમાં 15 કિલોના રૂ.1360થી વધીને રૂ.1380 થયા છે. કપાસિયા તેલ 15 લિટરનો ભાવ રૂ.1260થી વધી 1280 થયો છે. સૂર્યમુખી અને મકાઈના તેલમાં પણ રૂપિયા 20 વધ્યા છે. જ્યારે વનસ્પતિ ઘી અને દિવેલમાં પણ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને મિનિમમ પ્રાઈસમાં મગફળીના મળી રહે તે માટે મર્યાદા બાંધી છે. જેમાં મગફળીના ભાવ એક હજારની આસપાસ કરી દીધા છે જેના કારણે ખેડૂતોએ ઉંચા ભાવ મળવાની આશાએ મગફળીનો સંગ્રહ કરી દીધો છે તે પણ જવાબદાર હોઈ શકે છે. 


છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો 


  • સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 70નો વધારો 

  • કપાસિયા તેલમાં પણ 4 દિવસમાં વધ્યાં રૂ.40 

  • મગફળીની તીવ્ર અછત કારણભૂત હોવાની આશંકા

  • તહેવારો પૂર્વે સિંગતેલમાં તેજીનો માહોલ 

  • માર્કેટયાર્ડમાં મગફળીની આવક તદ્દન ઓછી 

  • અન્ય તેલના ભાવમાં પણ નોંધાયો વધારો 

  • સનફ્લાવર અને કોર્ન ઓઈલમાં રૂ.20નો વધારો


કેટલા વધ્યાં તેલનાં ભાવ ?


  • સિંગતેલનો લેબલનો ભાવ રૂ.1520થી વધુ 1540

  • નવા ટીનનો ભાવ રૂ.1570થી 1590 

  • સિંગતેલ 15 લીટરના ટીનનો ભાવ રૂ.1490

  • કપાસિયામાં 15 કિલોના રૂ.1360થી વધી રૂ.1380 

  • કપાસિયા 15 લિટરનો ભાવ રૂ.1260થી વધી 1280 થયા

  • સૂર્યમુખી અને મકાઈના તેલમાં રૂ. 20નો વધારો 

  • વનસ્પતિ ઘી અને દિવેલમાં રૂ.30નો વધારો