દેશમાં આર્થિક સુધારના સંકેત, માર્ચ મહિનામાં રેકોર્ડ સ્તર પર GST કલેક્શન
gst collection: મંત્રાલયે આગળ કહ્યું કે, જીએસટી, આવકવેરા અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સ સહિતના બહુપક્ષીય સ્રોતથી મળનાર ડેટાનો ઉપયોગ કરી નકલી-બિલિંગ વિરુદ્ધ ખાસ નજર રાખવામાં આવી છે, જેણે આવક સંગ્રહમાં યોદગાન આપ્યું છે.
નવી દિલ્હીઃ નાણા મંત્રાલય (Ministry of Finance) એ ગુરૂવારે કહ્યુ કે, માર્ચમાં જીએસટી સંગ્રહ વધીને 1.23 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગયો, જે પાછલા વર્ષની સમાન અવધીના મુકાબલે 27 ટકા વધુ છે. મંત્રાલયે કહ્યું, જીએસટી આવક છેલ્લા છ મહિના દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વઠધુ રહી છે, અને આ સમયમાં તેજીથી વૃદ્ધિના વલણથી મહામારી બાદ આર્થિક સુધારના સંકેત સ્પષ્ટ મળે છે.
મંત્રાલયે આગળ કહ્યું કે, જીએસટી, આવકવેરા અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સ સહિતના બહુપક્ષીય સ્રોતથી મળનાર ડેટાનો ઉપયોગ કરી નકલી-બિલિંગ વિરુદ્ધ ખાસ નજર રાખવામાં આવી છે, જેણે આવક સંગ્રહમાં યોદગાન આપ્યું છે.
આ પણ વાંચોઃ ફ્રાન્સમાં ત્રીજા લોકડાઉનની જાહેરાત, કોરોનાના વધતા કેસને પગલે લેવો પડ્યો નિર્ણય
જીએસટીની કુલ આવક માર્ચ 2021માં 1,23,902 કરોડ રૂપિયા રહ્યું, જેમાં કેન્દ્રીય જીએસટીના 22973 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીના 29329 કરોજ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટીના 62,842 કરોડ રૂપિયા (વસ્તુઓના આયાત પર જમા 31,097 કરોડ રૂપિયા સહિત) અને 8,757 કરોડ રૂપિયાનો સેસ શામેલ છે (માલની આયાત પર જમા કરાયેલા 935 કરોડ રૂપિયા સહિત) સામેલ છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, માર્ચ 2021 દરમિયાન જીએસટી આવક, જીએસટીની શરૂઆતથી સૌથી વધુ છે. છેલ્લા પાંચ મહિનામાં જીએસટી આવક સંગ્રહની પ્રવૃતિના અનુરૂપ માર્ચ 2021માં આવક સંગ્રહ પાછલા વર્ષની સમાન અવધિના મુકાબલે 27 ટકા વધુ રહ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube