નવી દિલ્હી: દેશના આર્થિક બજેટ (Budget 2020) રજુ થતા પહેલા જ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. વિકાસ દરની ધીમી ગતિ વચ્ચે પણ આ સારા સમાચાર મળ્યાં છે. કેન્દ્ર સરકારે એકવાર ફરીથી વસ્તુ અને સેવા કર (GST)માં જબરદસ્ત કલેક્શન કર્યું છે. એકવાર ફરીથી જીએસટી કલેક્શનમાં એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર થયો છે. આ અગાઉ પણ બે મહિના સુધી સતત જીએસટી કલેક્શન એક લાખ કરોડનો આંકડો સ્પર્શી ચૂક્યો છે. જાન્યુઆરીમાં જીએસટી સંગ્રહ 1.1 લાખ કરોડ રૂપિયા રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2020: બજેટમાં સામાન્ય માણસ માટે નાણામંત્રી આ 11 મહત્વની જાહેરાતો કરી શકે છે


પ્રાપ્ત આંકડો મુજબ જાન્યુઆરીમાં જીએસટીનો ઘરેલુ સંગ્રહ લગભગ 86,453 કરોડ રૂપિયા રહ્યું છે. આ બાજુ એકીકૃત જીએસટી (IGST) અને ઉપકરથી 23,597 કરોડ રૂપિયા જમા થયા. આ અગાઉ બે મહિના નવેમ્બર અને ડિસેમ્બર 2019માં પણ જીએસટી કલેક્શન એક લાખ કરોડ  રૂપિયાથી વધુ રહ્યું. નવેમ્બર મહિનામાં જીએસટી વસૂલાત 1,03,492 કરોડ રૂપિયા જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો 1,03,184 કરોડ રૂપિયા રહ્યું. અત્રે જણાવવાનું કે જુલાઈ 2017માં જીએસટી લાગુ થયા બાદ એપ્રિલ 2019માં જીએસટી કલેક્શન સૌથી વધુ 1,13,965 કરોડ રૂપિયા રહ્યું હતું. 


Budget 2020 LIVE UPDATES: નાણામંત્રી સીતારમણના બજેટ 2020 માં શું ખાસ? જાણો


સતત નિગરાણી અને કડકાઈથી વધ્યું કલેક્શન
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક મહિનાથી મહેસૂલ વિભાગે જીએસટીમાં થનારી ધાંધલી અને ચોરી પર નકેલ કસી છે. જીએસટીમાં પારદર્શકતા  અને કડકાઈ લાવવા માટે આવકવેરા વિભાગ, જીએસટી અધિકારી અને પ્રત્યક્ષ કર અને અપ્રત્ક્ષ કર વિભાગ સાથે કામ કરી રહ્યાં છે. સરકાર ટેક્સ ચોરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. જે લોકો નકલી બિલના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવી રહ્યાં છે તેમના વિરુદ્ધ તપાસમાં ઝડપ લાવવામાં આવી રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...